મોર મુકુટધારીએ મોર પંખ ધારણ કરવા પાછળના પાંચ કારણો દર્શાવાયા છે, જેમાં રાધાની નિશાની, જીવનના દરેક રંગો, ગ્રહદોષ, બ્રહ્મચર્યનું પ્રતીક, તથા શત્રુ-મિત્ર એક સમાનનો સમાવેશ થાય છે
ભગવાન શ્રી કૃષ્ણને મોર મુકુટધારી તરીકે પણ સંબોધાય છે, કારણ કે તેઓ પોતાના મુગટ પર મોર પંખ ધારણ કરે છે. પરંતુ આની પાછળના કારણથી આપણે કદાચ અજાણ છીએ તો ચાલો આજે આપણે શ્રી કૃષ્ણના મોરપંખ ધારણ કરવા પાછળના મુખ્ય પાંચ કારણો.
- રાધાની નિશાની: મહારાસ લીલા સમયે રાધાજીએ શ્રી કૃષ્ણને વૈજયંતિ માળા પહેરાવી હતી, કહેવાય છે કે એકવાર શ્રી કૃષ્ણ રાધા સાથે નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેની સાથે જ ઝુમીને નૃત્ય કરી રહેલા એક મોરનું પંખ ભૂમિ પર પડી ગયું, તો ભગવાન શ્રી કૃષ્ણએ તેને પોતાના સિર પર ધારણ કરી લીધું હતુ જયારે રાધાજીએ શ્રી કૃષ્ણને આમ કરવાનું કારણ પૂછયું તો તેમણે કહ્યું કે આ મોરના નાચવા પાછળતેમને રાધાજીના પ્રેમનો અનુભવ થાય છે. કહેવાય છે કે રાધા રાનીને ત્યાં ઘણા બધા મોર હતા અને એમ પણ કહેવાય છેકે માતા યશોદા બાળપણથી જ કૃષ્ણ લલ્લાને મોરપંખથી શૃંગારીત કરતા હતા.
- જીવનના દરેક રંગો: મોરપંખમાં જીવનના દરેક રંગો સમાવિષ્ટ છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન કયારેય એક સમાન નથી રહ્યું. તેમના જીવનમાં સુખ અને દુ:ખ સિવાય અન્ય અનેક ભાવો પણ સામેલ હતા. તેવી જરીતે મોરપંખમાં પણ અનેક રંગ હોય છે. આ જીવન પણ રંગીન છે. પણ જો આપણે તેને દુ:ખી મનથી અનુભવ કરીશું તો બેરંગ લાગશે તથા પ્રસન્ન મનથી જીવનનો અનુભવ કરીશું તો દુનિયા ખૂબજ સુંદર છે. મોરપંખની જેમ.
- ગ્રહદોષ: અમુક જયોતિષ વિદ્વાનો માને છે કે, ભગવાન શ્રી કૃષ્ણએ આ મોરપંખ એટલા માટે ધારણ કર્યું હતુ. કારણકે તેઓની કુંડલીમાં કાલસર્પ દોષ હતો. મોરપંખ ધારણ કરવાથી આ દોષ દૂર થઈ જાય છે, પણ જગતના પાલનહારને કોઈ કાલસર્પ દોષનો ડર નથી.
- બ્રહ્મચર્યનું પ્રતીક: કેટલાક લોકોનું માનવું છે કે મોર બ્રહ્મચર્યનું પ્રતીક છે. મોર પોતાના જીવન દરમિયાન એક જ મોરની એટલે કે ઢેલ સાથે રહે છે. અને ઢેલનો ગર્ભ મોરના આંસુ પીવાથી રહે છે.તેથી મોર અતિ પવિત્ર પક્ષી છે, તેથી તેના પંખને શ્રી કૃષ્ણએ શિરોધાર્ય બનાવ્યું છે.
- શત્રુ અને મિત્ર એકસમાન: કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ મોરપંખ ધારણ કરીને જગતને સંદેશ આપવા માગે છે કે, નમારા માટે શત્રુ અને મિત્ર બંને સમાન છે. શ્રી કૃષ્ણના ભાઈ બલરામ શેષનાગના અવતાર હતા. અને મોરતો નાગનો દુશ્મન હોય છે,તેથી મોરપંખ ધારણ કરીને શ્રી કૃષ્ણએ બતાવ્યું કે મિત્ર અને શત્રુ બંને માટે તેમના મનમાં સમભાવ જ રહેલો છે.