સિંધુદુર્ગ જિલ્લાના દેવગઢ તાલુકામાં બનેલ છે.આ વિજયદુર્ગ કિલ્લો એવું માનવામાં આવે છે કે 13મી સદીમાં રાજા ભોજ બીજાએ તેનું નિર્માણ કરેલ હતું. ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલ હોવાથી તેને ‘જીબ્ર્રાટર ઑફ ધ ઇસ્ટ’ નામથી પણ ઓળખાય છે.છાત્રપતિ શિવજી મહારાજે ઇ.સ 1653માં આદિલ શાહ પાસેથી આ કિલ્લો જીત્યો હતો.પહેલા આ કિલ્લાનું નામ “ગોરીયા” હતું.પરંતુ આ કિલ્લાને જીત્યા પછી આ કિલ્લાનું નામ વિજયદુર્ગ રાખવામા આવ્યું.સાથો સાથ આ કિલ્લામાં હનુમાનજીના મંદિરનું પણ નિર્માણ થયું.
કિલ્લાની રચના
વિજય પછી શિવાજી મહારાજ 17 એકર જમીન પર તેનો વિસ્તાર કરેલ હતો. દુશ્મન સેના સરળતાથી પ્રવેશ કરી શકે નહીં તે માટે મુખ્ય દ્રારની સામે એક ખીણ હતી. તેમ છતાં આ કિલ્લા પર પોર્ટુગલ,ડચઅને બ્રિટિશના હુમલાનો શિકાર થતો રહ્યો.ઇ.સ1756 સુધી આ કિલ્લો મરાઠા શાસનને આધીન રહ્યો.
આ કિલ્લાની દીવાલો 8 થી10 મીટર ઊચી હતી.જે કાળા પથ્થરોની બનેલ હતી.આ કિલ્લામાં 27 બુરુજ હતા.ઉતર દિશામાં આ કિલ્લાનો મુખ્ય દ્રાર આવેલ છે.આ કિલ્લાની અંદર પાણીની મોટી ટાકી , તોપ,કેદખનું (જેલ)અને અનાજ રાખવા માટે કોઠારની વ્યવસ્થા પણ જોવા મળે છે.આ કિલ્લામાં બે ગુપ્ત માર્ગો પણ છે.અને કિલ્લાની અંદર ગુફાઓ પણ બનેલ છે.
કિલ્લાની આસપાસ જોવાજેવી જગ્યાઓ
રત્નગિરિ
રત્નાગિરી પર ખૂબ સુંદર નજારાનો આનંદ લઈ શકાય છે.અહી રત્નાગિરી ફોર્ટ જોવા લાયક છે.આ સિવાય કહેવામા અને છે પડવોએ પોતાના 13 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન કેટલોક સમય આ જગ્યાએ વિતાવેલ હતા.
સિંધુદુર્ગ કિલ્લો
વિજયદુર્ગ કિલ્લાથી થોડેક દૂર સિંધુદુર્ગ કિલ્લોઆવેલ છે.આ કિલ્લો મહારાષ્ટ્રનો અદ્ભુત અને વિશાળ કિલ્લો છે આ કીલ્લામાં મહારાજ શિવજીના હાથઅને પગના નિશાન આવેલ છે.
કુન્કેશ્વર
કુન્કેશ્વરમાં ભગવાન શિવનું પ્રખ્યાત મંદિર આવેલ છે.આ પવિત્ર મંદિર”કોંકળ કાશી”ના નામથી પણ ઓળખાય છે.
કેવી રીતે પહોંચાય
હવાઇ માર્ગ – નાનું શહેર હોવાથી ડાયરેક્ટ ફ્લાઇટ મળતી નથી. ગોવાસાઓથી નજીક હવાઈમથક છે.જ્યાંથી વિજયદુર્ગ 270કિલોમીટર દૂર થાય છે.
રેલ માર્ગ –જો તમે ટ્રેન થી અહીં આવો છો તો કોંકણ સાઈથી નજીક રેલ્વે સ્ટેશન છે. જ્યાંથી વિજયદર્ગનું અંતર 80 કિલોમીટર છે.
માર્ગ માર્ગ –
વિજયેદુર્ગ સુધી માર્ગ દ્વારા પણ પહોંચી શકાય છે. દેવગઢ, કનકવીલી અને આસપાસના વિસ્તારોથી પણ અહીં સુધી સતત બસ પણ ચાલતી રહે છે.