કોઈપણ મગલ કાર્યની શરૂઆત કરતા પહેલાં ભગવાન ગણેશ ની પૂજા કરાય છે. એવું માનવામાં આવે છે કે બધા દેવતાઓમાં સર્વપ્રથમ પૂજ્યનીય ગણેશની આરાધના થી ભક્તોના બધા કામ નિરવિધ્ન પૂર્ણ થઈ જાય છે.
ભગવાન શિવ અને માતા પાર્વતીની લાડલો પુત્ર ભગવાન ગણેશના ઘણા નામ છે, તેમાથી એક નામ એટલે એકદંત
ભગવાન ગણેશની પ્રતિમા પણ એક દાત ટૂટેલ છે. ભગવાન ગણેશનો એક દાંત આખીર કેવી રીતે તુટ્યો અને તેમની પાછળ કેટલોક પોરાણીક કથા પણ છે.
ભગવાન ગણેશ એકદંત – કાર્તીકેય એ તોડ્યો તો દાત
પૌરાણિક માન્યતાઓ મુજબ બાળપણમાં ગણેશ ખૂબ જ શરારતી હતા, જ્યારે તેમના મોટા ભાઈ કાર્તીકેય ખૂબ સરળ સ્વભાવના હતા પ્રચલિત કથા મુજબ, શરારતી ગણેશને તેમના મોટા ભાઈ કાર્તીકેયને તેમને શરારતોથી તેમને હેરાન કરવાનું શરૂ કર્યું.
ગણેશની શરારત જોય એક દિવસ કાર્તીકને ખુબજ ગુસ્સો આવ્યો અને ગણેશની ખુબ પીટાઇ કરી જે ના કારણે ગણેશનો એક દાત ટુટી ગયો તેથુઈ તેઓ એકદંત કહેવાણા.
પરશુરામ સાથે યુદ્ધ દરમિયાન દાંત ટુટ્યો
બીજી પૌરાણિક માન્યતા અનુસાર, એકવાર પરશુરામ ભગવાન શિવને મળવા માટે કેલાશ પર્વત પર આવે છે.પરંતુ દરવાજા પર ઉભા રહેલ ગણેશે તેને અંદર જવા દેતા નથી.
પરશુરામે ગણેશજીથી ખૂબ જ વિનતી કરી, પરંતુ તે વાત માન્યા નહી.આથી પરશુરામએ ગણેશને યુદ્ધ માટે પડકાર આપ્યો. આ પડકાર સ્વીકારી ગણેજીએ યુદ્ધ કર્યું. પરંતુ યુદ્ધ દરમિયાન પરશુરામના ફારસના વારથી ગણેશનો એક દાત ટુટી ગયો. જેથી તેઓ એકદંત કહેવાડા.
ગણેશજીએ પોતાનના દાંતને બનાવ્યું હથિયારત્રીજી પૌરાણિક કથા મુજબ ગજમુખાસુર નામના એક રાક્ષસના આતંકથી બધા દેવતા મુશ્કેલીમાં હતા. જેથી ગજાનને તે રાક્ષસને મારવા વિનંતી કરી. ગણેશને પોતાનો દાંત તોડીને હાથમાં રાખી ગજમુખાસુરને યુદ્ધ માંટે પડકાર આપ્યો..
ગજમુખાસુરે તેમની મુત્યુને નજીક જોઈ અને ઉદરનું રૂપ ધારણ કરી આમ તેમ ભાગવા લાગ્યા પરંતુ તેની પકડી ગણેશે તેમને તેમનું વાહન બનાવી લીધું.
પોતાના દાંતને કલમ બનાવીચોથી પૌરાણિક કથા મુજબ મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખવા માટે ગણેશે એક શર્ત રાખી હતી કે તેઓ બોલવાનું બંધ નહી કરે.એવામાં ગણેશે પોતાનોજ દાત તોડીને કલમ બનાવી લોધી.
ભગવાન ગણેશ એકદાંત કહેવા પાછડ અલગ અલગ પૌરાણિક કથાઓ પ્રચલિત છે, જેના કારણે આજે ભગવાન ગણેશને તેમના ભક્તો પ્રેમથી એકદત કહીને બોલાવે છે.