જાન્યુઆરીમાં ભારતનાં પ્રવાસે ઓસ્ટ્રેલિયા લિમીટેડ ઓવરની શ્રૃંખલા રમશ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતમાં આવતા વર્ષે ઓડીઆઈ સીરીઝ રમવા માટેની જાહેરાત કરી છે. ભારત ક્રિકેટ બોર્ડ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ વચ્ચે ગેરસમજણ દુર થતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાનાં ૨૦૧૯-૨૦નાં કાર્યક્રમની યાદી પ્રસિદ્ધ કરી છે જેમાં એફટીપી દ્વારા થયેલા કરારનાં આધારે ઓસ્ટ્રેલિયા ભારતનાં પ્રવાસે મધ્ય જાન્યુઆરીમાં ઓડીઆઈ સીરીઝ રમવા આવશે. તેમનાં દ્વારા ચેપલ હેડલી સીરીઝને પણ આગળ ધકેલવામાં આવી છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતનાં પ્રવાસે ૧૦ દિવસ માટે તેઓ આવશે. બંને ક્રિકેટ બોર્ડ તરફથી બ્રોડકાસ્ટરોનાં પ્રેશરને ધ્યાને લઈ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરીઝ પણ પ્રભાવિત થશે. વાત કરવામાં આવે તો ચેપલ હેડલી સીરીઝ કે જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાવવાની છે તે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ ડિસેમ્બરમાં યોજાશે. જયારે ઓડીઆઈ સીરીઝ માર્ચ માસમાં યોજાશે ત્યારે એ વાતની પુષ્ટિ થાય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ વચ્ચે જે તણાવની સ્થિતિ બની હતી તેના પર હવે પૂર્ણવિરામ મુકવામાં આવ્યો છે. કારણકે આવનારા જાન્યુઆરી માસમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ઓડીઆઈ સીરીઝ માટે ભારત આવશે.