અન્ય અખાડાઓમાં વરિષ્ઠ સંતો, મહંતો સહિત ખટદર્શન સાધુ સમાજમાં ઘેરા શોકનો માહોલ

જૂનાગઢ ગિરનાર સાધુ મંડળ તમેજ ભારતસાધુ સમાજના વરિષ્ઠ સંત ગોપાલાનંદજીબાપૂ ગઈકાલે બ્રહ્મલીન થયા હતા જૈફ વયના કારણે લાબો સમય અત્યંત આરામદાયક જીવન જીવી ટુંકી બીમારી બાદ તેઓ બ્રહ્મલીન થતા સાધુ સમાજના અગ્નિ અખાડા સહિતના અખાડાઓનાં વરિષ્ઠ સંતો મહંતો સહિત ખટદર્શન સાધુ સમાજમાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતુ,. તેમના અંતિમ દર્શન કરવા તેમજ તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરવા અનેક સંત વિભૂતિઓ, બિલખા તેમના આશ્રમ ખાતે પહોચી હતી. ખુબ મોટો ભકત સમુદાય પણ તેમને શ્રધ્ધાંજલી આપવા ઉપસ્થિત રહ્યો હતો.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ તેમજ સૌરાષ્ટ્રભરનાં તેમજ દેશભરનાં સાધુ સંતોમાં જેઓની ગણના થતી હતી અને સંતોની પ્રથમ હરોળના કર્મનિષ્ઠ સંત તરીકે જોઓની દૂર દૂર સુધી ખ્યાતી પ્રસરેલી હતી અને નિષ્કામ કર્મયોગ જેઓએ આત્મસાદ કરેલ હતા.1 24 તેવા વયોવૃધ્ધ સંત ગોપાલાનંદજીબાપુ ઘણા વર્ષોથી સોળાના કુટાળ ઉપર જ રહેતા હતા ધાર્મિક પરોપકારી વૃત્તિ તેમજ ગૌમાતા પ્રત્યે અખંડ પ્રેમ લઈને તેઓની ગૌશાળામાં ગૌવંશને પાળી પોષવામાં આવી રહેલ છે. નવાબી શાસનકાળ દરમિયાન તેમજ રાજાશાહીયુગમાં પણ તેઓનું પૂજનીય સ્થાન હતુ.

વર્ષે યોજાતો શિવરાત્રી મેળો હોય પરિક્રમા મેળો હોય તેઓ સતત પાંચ પાંચ દિવસ સુધી ખડેપગે રહી અને સંતો મહંતો તેમજ અહી આવનારા યાત્રાળુઓની સુવિધા માટે જાગૃતિ અને તંત્રના કાને રજૂઆતો કરી અને સુવિધાઓ અપાવતા એટલું જ નહિ અલ્હાબાદ ખાતે યોજાતા કુંભમેળામાં પણ તેઆનો દબદબો હતો.2 18 બિલખાને પોતાની કર્મભૂમિ બનાવી અને રાવતેશ્વર ધર્માલયના મહંત તરીકે ઘણા વર્ષોથી કાર્યરત હતા. અને સવારથી મોડીરાત સુધી તેઓ આજીવન લોકોનાં પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે ઘટતુ કરી છૂટતાહતા તેવા બાપુ આસોમાસની નવરાત્રી દરમ્યાન ગૌમુખી ગંગા ખાતે હાથમાં જુવારા વાવી અને અનુષ્ઠાન કરતા હતા.

આ મહાન સંત શ્રી ગોપાલાનંદજીબાપુ બ્રહ્મલીન થતા સંતોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે કાલે સવારે ૧૦ કલાકે તેઓ બ્રહ્મલીન થતા તેમના અંતિમ દર્શનાર્થે બિલખા રાવતેશ્વર ધર્જ્ઞાલય ઉપર આજે બપોરે ૧ કલાકથી સવારે ૬ કલાક સુધી રાખવામાં આવ્યા હતા ત્યારબાદ પૂ. ગોપાલાનંદબાપુની પાલખી યાત્રા આવતીકાલે સવારે ૬ કલાકે બિલખા રાવતેશ્વર ધર્માલયથી નીકળી સાઈડ ચોક, રાવતપરા પરત ફરી સોની બજાર મેઈન માર્કેટ થઈ સ્ટેશન રોડ ફરી ત્યાંથી જુનાગઢ બિલનાથ મ. મંદિર વંથલી રોડ મુકામે ગઈ હતી.4 12 ત્યાં બિલનાથ મહાદેવ મંદિરે જાહેર દર્શન રાખવામાં આવ્યા છે. બીજા દિવસે તા.૪.૧૦ સવારે ૬ વાગ્યા સુધી રહેશે અને ત્યાથી પાલખી યાત્રા ૪.૧૦ના રોજ બિલનાથ મહાદેવથી કાળવા ચોક , ગોંડલ અખાડા, જૂના સ્વામિનારાયણ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર થઈ ગીરનાર દરવાજાથી દામોદરકુંડ થઈ ભવનાથ મહાદેવ તથા અગ્નિ સંસ્કાર દામોદરકુંડ થઈ ભવનાથ મહાદેવ તથા અગ્નિ સંસ્કાર વિધિ સંપન્ન થશે.6 10 અને પંચમહાભૂતમાં પૂ. બાપૂના દેહ વિલિન થશે. દરમ્યાન પૂ. ગોપાલાનંદ બાપુનાં બ્રહ્મલીન થયાની જાણ થતા તેમના અનુયાયીઓ, સેવકગણ મોટી સંખ્યામાં રાવતેશ્ર્વર બિલખા પહોચી ગયા છે અંબાજી મંદિરનાં મ.પૂ.શ્રી તનસુખગીરી બાપુ, મહામંડલેશ્વર કૈલાસાનંદજીબાપુ તેમજ સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા છે. બ્રહ્માનંદધામ ચાપરડાના મહંત અને ક્રાંતીકારી સંત પૂ. મુકતાનંદજીબાપુ સતત ખડેપગે રહી અને પૂજય ગોપાલાનંદજીબાપુની સેવા ચાકરીથી લઈ વ્યવસ્થાનો દૌર પણ સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.