સરકારની યોજનાઓનો લાભ અપાવવાથી માંડી રાષ્ટ્રનિર્માણની વિચારધારા સાથે જોડવા સમિતિ કાર્યરત
મુસ્લિમ સમાજના જે લોકોનો બક્ષીપંચમાં સમાવેશ થાય છે તેમને સરકારની યોજનાઓનો લાભ આપવા માટે પશમાંદા મુસ્લિમ સમાજ ઉસ્થાન સમિતિની રચના કરવામાં આવી છે. જેના મુખ્ય સંરક્ષણ પદે પીઢ નેતા, કેન્દ્રીય હજ કમીટીના પૂર્વ મેમ્બર, કેન્દ્રીય રેલ્વે બોર્ડના પૂર્વ મેમ્બર, કેન્દ્રીય વકફ કાઉન્સીલના પૂર્વ મેમ્બર, રાષ્ટ્રીય લઘુમતિ મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ ઇરફાન અહેમદની નિયુક્તિ કરવામાં આવી છે. આ સમિતિ દેશના તમામ રાજ્યોમાં પોતાનું સંગઠન તૈયાર કરીને મુસ્લિમ સમાજના લોકોને સરકારની યોજનાઓથી વાકેફ કરશે તેમજ તેમને સરકારની બક્ષીપંચ સમુદાય માટે અમલી યોજનાઓનો લાભ અપાવવા માટે પણ કાર્ય કરશે. ત્યારે આ સમિતિની ગત શનિવારે રાજકોટ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ઈરફાન અહેમદે વિશેષ ઉપસ્થિતિ આપી હતી.
તારીખ 28/01/2023ના રોજ પશમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ-ગુજરાત દ્વારા રાજકોટ મુકામે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘના મુખ્ય સંરક્ષક ઈરફાન અહમદ, પશમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુલેમાનભાઈ ગઢીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ તેમજ રાજકોટ શહેરના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
પશમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ-ગુજરાતના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે આસિફભાઈ કાદરભાઈ સેલોટની વરણી કરવામાં આવી છે. પ્રદેશમંત્રી તરીકે હારુનશા હુસેનશા શાહમદારની વરણી કરવામાં આવી છે તેમજરાજકોટ શહેર પ્રમુખ તરીકે યાકુબખાન પઠાણની વરણી કરવામાં આવેલ હતી.
આ તકે પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ સંસ્થાનો મુખ્ય હેતુ મુસ્લિમ સમુદાયને સામાજિક અને આર્થિક રીતે આગળ વધારવા, વિધાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્આગળ લાવવા, સરકાર તરફથી મળતી જન કલ્યાણ નીતિઓ પ્રજા સુધી પહોંચાડવી, દરેક ધર્મ-જાતિ અને દરેક વર્ગના લોકો સાથે રહી રાષ્ટ્નિર્માણમાં ભાગીદાર થઈ દેશને વિકાસ તરફ લઈ જવા આહવાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રવાદી વિચારધારા સાથે મુસ્લિમ સમાજના દરેક લોકોને જોડાવા માટે પણ આ બેઠકમાં આહવાન કરવામાં આવ્યું હતું.
રાજકોટ બાદ જુનાગઢ જીલ્લાના કેશોદ ખાતે પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘની પ્રદેશ સમિતિની બેઠક મળી હતી. જેમાં પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘના રાષ્ટ્રીય મુખ્ય સંરક્ષક ઈરફાન અહેમદ, પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુલેમાનભાઈ ગઢીયા, પ્રદેશ મંત્રી હુસેનભાઈ દલ, જીલ્લાના પ્રદેશ પ્રભારી વલીમહંમદભાઈ દલ, જીલ્લા પ્રમુખ અલીભાઈ સાંધ, મહામંત્રી શબ્બીરભાઈ અમરેલીયા, ઉપપ્રમુખ યાસીનભાઈ અગવાન, જુનાગઢ શહેર પ્રમુખ સલીમભાઈ હાલા, સૌરાષ્ટ્ર ઝોન મિડિયા પ્રભારી અયાઝભાઈ કાલવાત ઉપરાંત જુનાગઢ જીલ્લા ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી નજીરખાન બેલીમ, જીલ્લા મંત્રી ભીખુબાપુ નકવી, કેશોદ શહેર લઘુમતિ મોરચાના પ્રમુખ અતીકભાઈ ગડર, કેશોદ મુસ્લીમ સમાજના આગેવાનો કારાભાઈ હાલેપૌત્રા, ઈબ્રાહીમભાઈ હિંગોરા, હનીફભાઈ રંગીલા વાળા સહીત તમામ મુખ્ય આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને કેશોદ શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ ભાલાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘના પ્રદેશ મંત્રી તરીકે હુસેનભાઈ દલ, જુનાગઢ જીલ્લાના પ્રદેશ પ્રભારી તરીકે વલીમહંમદભાઈ દલ, જુનાગઢ જીલ્લા પ્રમુખ તરીકે અલીભાઈ સાંધ, જીલ્લા મહામંત્રી તરીકે શબ્બીરભાઈ અમરેલીયા, જીલ્લા ઉપ પ્રમુખ તરીકે યાસીનભાઈ અગવાન, જુનાગઢ શહેર પ્રમુખ તરીકે સલીમભાઈ હાલાની નિમણુંકો જાહેર કરી નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતા.
મુસ્લિમ સમાજના ઉત્થાનના ઉદેશ્ય સાથે સંગઠન કાર્યરત : ઈરફાન અહેમદ
આ તકે પશમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિના મુખ્ય સંરક્ષક ઇરફાન અહમદે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત અને ગુજરાત સરકારની યોજના મુસ્લિમ ઓબીસી સમુદાય સુધી પહોંચે તે જ આ સમિતિનો ઉદ્દેશ છે. સરકારનો ખૂબ જ સહયોગ મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશની સંસ્કૃતિને ઉજાગર કરી શકાય. ઓબીસી, બક્ષીપંચ સમાજ માટે સરકાર કાર્ય કરી રહી છે. અગાઉની સરકારની સરખામણીમાં હાલની સરકાર ઓબીસી સમાજ માટે અનેક યોજનાઓ લાવી છે. લોકો માટે જાગૃતિના કાર્ય કરીએ છીએ. તેમણે કહ્યું હતું કેઝ ગુજરાતની 6 કરોડ વસ્તી છે. જેમાંથી 20 ટકા જેટલું મતદાન ફકત ઓબીસી, બક્ષીપંચ સમાજનું છે.ભાજપ સરકાર દરેક સમાજને સાથે લઈને કાર્ય કરે છે.બધા સમાજના સહકારથી આ વખતે ભાજપને 156 બેઠકો મળી છે. પસમાંદા મુસ્લિમ સમુદાય શિક્ષણ તરફ પ્રેરિત થાય તે માટે મહેનત કરીએ છીએ. ઘર ઘર સુધી પહોંચી યોજનાઓની માહિતી પહોંચાડીએ છીએ.