ટ્રાવેલ્સ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્ર દ્વારા પ્રયાસ
સતત ધંધાકીય હરિફાઇનો સામનો કરી રહેલા ટ્રાવેલ્સ એજન્ટોમાં પારિવારિક વાતાવરણ ઉભુ કરવાની ભાવનાથી ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા ટ્રાવેલ્સ એજન્ટ એસોસીએશન ઓફ સૌરાષ્ટ્રની રચના કરવામાં આવી છે. તાસના ટુંકા નામે ઓળખાતી આ સંસ્થા દ્વારા તમામ એજન્ટ મિત્રો તથા તેમના ફેમીલી મેમ્બરો માટે સૌરાષ્ટ્રભરમાં સૌ પ્રથમ વખત ગેટ ટુ ગેધર કાર્યક્રમરુપે અબતક મીડીયાની સાથે એક દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કાલાવડ રોડ પર વીવીપી એન્જીનીયરીંગ કોલેજ સામે આવેલા નિરાલી રિસોર્ટ ખાતે આવતીકાલે તા.ર૦ને શનિવારે સાંજે ૭ વાગ્યાથી યોજાનારા આ રાસોત્સવનું વિગત આપવા તાસના હોદેદારોએ અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી. પ્રમુખ કલ્પેશભાઇ સાવલીયા, ઉપપ્રમુખ જીતુભાઇ વ્યાસ, મંત્રી અભિનવભાઇ પટેલની આગેવાનીમાં આવેલા તાસના હોદેદારોએ વિગત આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રભરના ટ્રાવેલ્સ એજન્ટોને એક સૂત્રે બાંધવા એક વર્ષ પહેલા આ એસોસીએશનની રચના કરવામાં આવી હતી. જેમાં હાલ ૧૨૫ જેટલા સદસ્યો છે અને ટુંકાગાળામાં ટીટી એચ એકસ્પો જેવી આઠ જેટલી ઇવેન્ટો મેમ્બરો માટે યોજવામાં આવી છે.
પરંતુ ટ્રાવેલ્સ એજન્ટોના ફેમીલી મેમ્બરોમાં પણ પારિવારિક ભાવના ઉભી થાય તે માટે આ એક દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રપ હજાર વોટની સુંદર સાઉન્ડ સિસ્ટમ અને જાણીતા લોક ગાયકોના સુમધુર કંઠે અનોખા ગરબા રજુ થશે તેમ જણાવીને આ હોદેદારોએ ઉમેર્યુ હતુ કે રીસોર્ટના માહોલમાં સમાનારા આ રાસોત્સવમાં ટ્રાવેલ્સ એજન્ટ તરીકે કાર્યરત દરેક વ્યકિત ફેમીલી સાથે આવી શકે છે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લઇ શકે છે આ પ્રસંગે રિસોર્ટમાં ડીનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સેલ્ફીના શેખીનો માટે સેલ્ફી સ્ટેજ પણ રાખવામાં આવ્યો છે.
ગુજરાત ટુરીઝમના સહયોગથી તાસ દ્વારા યોજાયેલા આ રાસોત્સવમાં મીડીયા પાર્ટનર તરીકે અબતક જયારે વેન્યુ પાર્ટનર તરીકે નિહાળી રિસોર્ટ છે આ રાસોત્સવનો સફળ બનાવવા તાસના પ્રોજેકટ ઇન્ચાર્જ કેયુરભાઇ ગોંડલીયા, ખજાનચી કૌશિકભાઇ ટાંક, કલ્પેશભાઇ રૈયાણી, બાદલભાઇ લુણાગરીયા, બ્રીજેશ જોધપુરા, દીપકભાઇ રાઠોડ, ડબીબેન લોઢીયા, બીરેનભાઇ ધ્રુવ, એડવાઇઝરી બોર્ડના જયેશભાઇ કેસરીયા અને ગોપાલભાઇ અનડકટ સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.