• ‘ તેરા તુજકો અર્પણ ‘  વાક્યને સાર્થક કરતા જે.એમ.જે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા
  • 41 થી વધુ વસ્તુઓનો કરિયાવર અપાશે દીકરીઓને : સંતો મહંતો સહિત સમાજ શ્રેષ્ઠિઓના મળશે આશીર્વાદ
  • 7 એપ્રિલ ના રોજ રેસકોર્ષ મુકામે ” વહાલીના વધામણાં ”  સમૂહલગ્નનું આયોજન
  • અત્યાર સુધી જે.એમ.જે ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં 188 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યાં છે

સમુહ લગ્નની પરંપરા છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ સમૂહ લગ્ન જો યોગ્ય રીતે હાથ ધરવામાં આવે તો તેનો લાભ ખરા અર્થમાં નવયુગલોને મળતો હોય છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાજ્યના ખમીરવંતા લોકો, સમાજસેવા પ્રેમી લોકો સમૂહ લગ્નનું ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. સમાજસેવા કરતા લોકો રમેશ એવા તું પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કે સમાજે જે આપ્યું છે તે સમાજને જ પરત આપવામાં આવે. રાજકોટની વાત કરવામાં આવે તો જેમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા પણ તેરા તુજકો અર્પણ ના વાક્યને ચરિતાર્થ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઈશ્વર દ્વારા જે તેમને મળ્યું છે તે નો વધુને વધુ ઉપયોગ સમાજ સેવામાં થાય તે જરૂરી છે. ત્યારે તેમના દ્વારા રવિવાર તારીખ 7 એપ્રિલના રોજ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વ જ્ઞાતિની 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે.

Screenshot 2 2

અંગે તેઓએ જણાવ્યું હતું કે દીકરીઓને નાન અપના અનુભવાય તે માટે ૪૧ થી વધુ વસ્તુઓ કરિયાવરમાં રાખવામાં આવી છે જેમાં સોનાની ચુક, ચાંદીના સાંકડા તથા ઘરવખરીની તમામ ચીજો નો સમાવેશ થયો છે. મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા આ ત્રીજા લગ્ન હાથ ધરવામાં આવ્યા છે અને તેમનું માનવું છે કે લગ્નમાં ખોટા ભબકા વગર ખર્ચ કરવો જોઈએ અને સમૂહ લગ્નનું આયોજન થવું જોઈએ. એટલું જ નહીં અને આ ખર્ચમાં જે રકમ બચે તે રકમનો ઉપયોગ જે દીકરીઓ હોય તેના કરિયાવર માટે થવો જોઈએ જેથી જીવન પર્યંત તેઓને એ ચીજ વસ્તુઓનો મહત્તમ લાભ મળી શકે.Screenshot 3 3

સમૂહ લગ્ન અંગે માહિતી આપતા મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આશરે સવા સોથી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહેશે જેમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો તથા ટોચ લેવલના અધિકારીઓ પણ હાજર રહેશે અને નવયુગલોને આશીર્વાદ આપશે. તેઓએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે તેઓ પોરબંદર ખાતે એક સમૂહ લગ્નમાં ગયા ત્યારે તે આયોજનનો એક અલગ જ માહોલ ઊભો થયો હતો અને ગરીબ દીકરીઓ માં એક રાજીપો અને હાશકારો પણ નજરે પડતો હતો. એટલું જ નહીં માતા પિતાની જાણે ચિંતા દૂર થઈ હોય તેવું પણ ચિત્ર સામે આવ્યું હતું અને એ જ કિસ્સો પ્રેરણા સ્વરૂપ નીવડીઓ અને સમૂહ લગ્ન કરવાનું આયોજન હાથ ધરાયું. તેઓ ઉમેર્યું હતું કે સમગ્ર સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત થાય તે માટે તેઓએ પણ સમુહલગ્નમાં જ લગ્ન કર્યા હતા. અત્યાર સુધી જે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેમાં 188 દીકરીઓને પરણાવી છે.Screenshot 4 2

પોતાનો વ્યક્તિગત અભિપ્રાય અને અનુભવ જણાવતા મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ પણ સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટે પોતાના પરિવાર સામે પ્રસ્તાવ મૂક્યો તે સમયે તેમના પરિવાર દ્વારા તેનો સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે તેમની આર્થિક શક્તિને ધ્યાને લઈ તેઓ આવનારા દિવસોમાં પણ ગરીબ ઘરની દીકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન કરશે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે તેમના પરિવાર દ્વારા અને વ્યક્તિગત તેમના દ્વારા પણ કોઈ દિવસ સંખ્યાને ધ્યાને લઈ સમુહ લગ્નનું આયોજન કર્યું નથી જેમ દીકરીઓની જરૂરિયાત વર્તાઈ તે મુજબ જ દીકરીઓની પસંદગી કરવામાં આવતી હોય છે. તેરા તુજકો અર્પણની નેમ સાથે આગળ વધી રહેલા મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભગવાને જ્યારે સમૃદ્ધિ કોઈ વ્યક્તિને આપી હોય તો તે સમૃદ્ધિનો ઉપયોગ જરૂરિયાતમંદ પરિવાર માટે કરવો જોઈએ અને તે કોઈ ઉપકાર નહીં પરંતુ સમાજ પ્રત્યેની એક ફરજ છે.

મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમનું માનવું છે કે સમૂહ લગ્ન ખરા અર્થમાં એ પ્રણાલી છે કે જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, માં અનુભવો તથા સમાજ શ્રેષ્ઠિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ પાઠવે. તેમના દ્વારા આયોજિત સમૂહ લગ્નની વિશેષતા એ જ છે કે તેઓ ડેકોરેશન કે હાઈફાઈ ખર્ચ નથી કરતા અને એ ખર્ચ ન કરવાથી જે રૂપિયાની બચત થાય છે તે કરિયાવરમાં તેનો ઉપયોગ કરાય છે જેથી નવયુગોલોને તેનો મહત્તમ લાભ મળી શકે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ ક્ષત્રિય કુળ થી જોડાયેલા છે અને પરિણામ સ્વરૂપે તેઓ નાતજાતના વાળાને ભૂલી સતત એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કે મહત્તમ લોકોને કઈ રીતે ઉપયોગી સાબિત થાય અને તેમની જરૂરિયાત કઈ રીતે પૂર્ણ થાય. આ કાર્ય કરવા બદલ તેમને પણ ઘણો ખરો આનંદ પણ મળે છે. અંતમાં તેઓએ રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ હજુ પણ દીકરીઓ નો આંકડો વધશે તો પણ તેઓ સમૂહ લગ્ન કરશે કારણ કે તેઓ માને છે કે તેમને જે મળ્યું છે તે સમાજને પરત આપવું તેમની ફરજ છે.Screenshot 5 2

સમૂહલગ્ન માટે એક વિશેષ ક્રાઇટેરિયા નક્કી કરાયો છે

સમૂહ લગ્ન માટે મયુરધ્વજસિંહ જાડેજા અને તેમના પરિવાર દ્વારા એક વિશેષ ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ દીકરી તથા દીકરાની આવક 10,000 થી વધુની ન હોવી જોઈએ, પોતાનું ઘર ન હોવું જોઈએ, સરકારી નોકરી ન હોવી જોઈએ, વિધર્મી સાથે અથવા તો અન્ય કોઈ જ્ઞાતિ સાથે લગ્ન થયા ન હોવા જોઈએ, છૂટાછેડા ન થયા હોવા જોઈએ, તેમની પાસે કોઈપણ ફોરવીલ પણ હોવી ન જોઈએ. તો આ ક્રાઈટેરિયામાં નવયુગોલો ફીટ થતા હોય તો તેમની સમૂહ લગ્ન માટે પસંદગી કરવામાં આવે છે. સમૂહ લગ્ન માટે દર વર્ષે 200 થી વધુ અરજીઓ આવે છે અને ક્રાઈટેરિયા મુજબનું સિલેક્શન કર્યા બાદ જ તેમની પસંદગી કરવામાં આવે છે.

સમૂહલગ્ન એ એક સમાજની શ્રેષ્ઠ સુવિધા છે : મયુરધ્વજસિંહ જાડેજા

સમૂહ લગ્નના આયોજક મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ એક સમાજની શ્રેષ્ઠ સુવિધા છે. કારણ કે જ્યારે કોઈ બાપ તેમના દીકરા અથવા તો દીકરીના લગ્ન કરાવવા માંગતા હોય તેઓએ પોતાના હાથ ઉપર લાખો રૂપિયા રાખવા પડે છે અને પરિણામ સ્વરૂપે તે પહોંચી ન વળતા વ્યાજના ચક્રમાં પણ ચડી જાય છે. ત્યારે આ પ્રકારની દેખાદેખી ન કરવામાં આવે અને ખર્ચ ઉપર નિયંત્રણ રખાય તે હેતુસર સમુહ લગ્ન સમાજની એક્સપ્રેસ સુવિધા છે અને પરિણામ સ્વરૂપે તેઓએ પણ આ પ્રણાલીને અપનાવી પોતાના લગ્ન પણ સમુહ લગ્નમાં જ કરવાનો નિર્ધાર કર્યો હતો. વધુમાં મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ પ્રસંગમાં જ્યારે મોંઘેરા મહેમાનો અને સંતો ઉપસ્થિત રહેતા હોય તો તેમના આશીર્વાદ મળવા એક ભાગ્યની વાત છે કારણ કે એક જ સ્થળ ઉપર આટલા બધા લોકોને એકસાથે હાજર રાખવા એ પણ એક સૌથી મોટું કાર્ય છે. બીજી તરફ સમુહ લગ્ન જે હાથ ધરવામાં આવતા હોય ત્યાં સાત્વિક વાતાવરણ જ ઉભું થતું હોય છે અને નવયુગલોને તેનો મહત્તમ લાભ પણ મળતો હોય છે.

ક્ષત્રીય ધર્મએ પ્રજાને રક્ષણ આપવાનો ધર્મ છે

ક્ષત્રિય ધર્મ એ પ્રજાને રક્ષણ આપવાનો ધર્મ છે. ત્યારે ક્ષત્રિય સમાજના લોકો મહત્તમ લોકોને કઈ રીતે રક્ષણ આપી શકે તે દિશામાં જ તેઓ કાર્યકર્તા હોય છે બીજી તરફ ક્ષત્રિય સમાજ સમાન દ્રષ્ટિ રાખવા માટે હર હંમેશ જાણીતો છે. ત્યારે સમૂહ લગ્ન પણ એક એવી જ પ્રણાલી છે જેનો પરિવાર દ્વારા પણ સહજ ભાવે સ્વીકારવામાં આવ્યો છે .  ક્ષત્રિય સમાજ માટે કોઈ જ્ઞાતિનું બંધન હોતું નથી અને બધાને એક નજરે જ જોવામાં આવે છે અને લોકોની સેવા કરવી એ જ સાચો ક્ષત્રિય ધર્મ પણ માનવામાં આવે છે. વધુમાં મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે તેમના પરિવારને ખ્યાલ આવે કે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તો જાણે પોતાના આંગણે જ એક ભવ્ય પ્રસંગ હોય તે રીતે તૈયારીઓ કરવામાં આવે છે અને પ્રસંગને માણવામાં પણ આવતો હોય છે.

લગ્ન બાદ પણ યુગલોને પ્રશ્નોને આવે છે નિવારવામાં

મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લગ્ન બાદ ઘણા યુગલોને નાના નાના પ્રશ્નો સતાવતા હોય છે અને તેમના દ્વારા એ પ્રશ્નનું ત્વરિત નિવારણ પણ આપવામાં આવતું હોય છે કારણ કે જ્યારે એ પ્રશ્નના ઊંડાણમાં અને મૂળ્યા સુધી પહોંચવામાં આવે તો તે વાતમાં સહેજ પણ દમ હોતો નથી માત્ર ક્યાંક ને ક્યાંક ઈગો સહિતના પ્રશ્નો જ જીવનમાં અડચણ ઊભી કરે છે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, નવ યુગલઓએ હરહરમેશ જતું કરવાની ભાવના રાખવી જોઈએ અને મા બાપને સાચવવાની ફરજ નિભાવી જોઈએ જો નવયુગલો આટલું કરતા થાય તો તેમના જીવનમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉદભવશે નહીં તે વાત નક્કી છે.

સમાજના શ્રેષ્ઠિઓને પણ આ કાર્ય માટે ગૌરવ છે : મયુરધ્વજસિંહ જાડેજા

મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમાજના શ્રેષ્ઠિઓને પણ આ કાર્ય માટે ગૌરવ છે. કારણ કે જ્યારે તેમને એ વાતનો ખ્યાલ આવે છે કે સમાજમાં એક વ્યક્તિ દ્વારા સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને સમાજ ઉપયોગી કામ નીવડે છે ત્યારે સમાજના મોભીઓ અને શ્રેષ્ઠિઓ વિવિધ રૂપે તેમનો આભાર પણ વ્યક્ત કરે છે અને તેમની કામગીરીને પણ બિરદાવે છે. સમાજના વિવિધ વર્ગના લોકો પત્ર વ્યવહાર કરી તેમનો આભાર અને કાર્યક્રમો અંગે રાજીપો પણ વ્યક્ત કરે છે જે ખરા અર્થમાં તેમની મહેનતની સફળતા છે. મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેમની ટીમનો સિંહ ફાળો છે કારણ કે દિવસ રાત જોયા વગર જ તેઓ સમગ્ર કામગીરી ને પૂર્ણ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની તકલીફ અને અડચણ લોકોને અને નવયુગલ અને ન થાય તે માટેની પણ ઝીણવટ પૂર્વકનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.