Table of Contents

  • ક્ષત્રિય સમાજના આંદોલનની સૌથી વધુ અસર ધરાવતી જામનગર બેઠક ઉપર પૂનમબેન માડમે 2 લાખથી વધુ મતોની લીડ મેળવી

જામનગર લોકસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર પૂનમબેન માડમ આગળ વધી રહ્યા છે.. પૂનમબેન માડમ એ 5,99,585 મતો મેળવ્યા છે ત્યારે  કોંગ્રેસ ના ઉમેદવાર જે પી મારવીયા 3,73,538  મતો મેળવ્યા છે. જામનગર લોકસભા બેઠક ની કુલ 26  રાઉન્ડ માં મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે સવારે 8 વાગ્યા થી મતણતરીનો પ્રારંભ થયો હતો. જેમાં ભાજપ માં ઉમેદવાર પૂનમબેન માડમ એ બે લાખ થી વધુ ની લીડ મેળવી જીત હાંસલ કરી છે..

લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાત ની તમામ બેઠકો પર ત્રીજા તબક્કા માં 7 મે ના રોજ મતદાન થયું હતું. હવે આજે ઉમેદવારો ના ભાવિ નો ફેંસલો જાહેર થયો છે.

પરસોતમ રૂપાલા ના વિવાદિત નિવેદન ને પગલે ક્ષત્રિય સમાજે આંદોલન છેડ્યું હતી પરંતુ જામનગર ના લોકો એ ભાજપ ના ઉમેદવાર પૂનમબેન માડમ બે લાખ થી વધુ ની લીડ મેળવી ને ભવ્ય વિજય મેળવ્યો છે.જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત પૂનમબેન માડમનો ભવ્ય વિજય થયો છે.

ભાજપના ઉમેદવાર સાંસદ પૂનમબેન માડમે જીતની હેટ્રિક લગાવી  છે. જામનગર  લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર  પૂનમબેન માડમજંગી બહુમતી થી  વિજયી થયા છે. વિજય થતા પૂનમબેન માડમને ચારેય તરફથી તેના સમર્થકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે .

ત્યારે રાજકોટની દુર્ઘટનાના પગલે તમામ ઉજવણીઓ રદ રાખવામાં આવી છે.

2019માં શું આવ્યું હતું પરિણામ?

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો કોંગ્રેસના ઉમેદવાર મુરુભાઈ આહીર સામે 2,36,804 મતોથી વિજય થયો હતો. પૂનમ માડમને 58.52 ટકા અને મુરુભાઈ આહીરને 35.09 ટકા વોટ મળ્યા હતા.

બેઠક ઉપર 57.67 ટકા મતદાન થયું હતું

જામનગર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. જામનગરમાં કુલ 57.67 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો દ્વારકામાં 53.39 ટકા, જામ જોધપુરમાં 57.66 ટકા, જામનગર નોર્થમાં 59.36 ટકા, જામનગર રુરલમાં 60.78 ટકા, જામનગર દક્ષિણમાં 59.12 ટકા, કાલાવાડમાં 57.69 ટકા અને ખંભાળિયામાં 56.60 ટકા મતદાન નોંધાયું હતું.

જામનગર બેઠક પર ચૂંટાયેલા સાંસદ

1952 – જેઠાલાલ જોષી (કોંગ્રેસ)

1957 – મનુભાઈ શાહ (કોંગ્રેસ)

1962 – મનુભાઈ શાહ (કોંગ્રેસ)

1967 – એન દાંડેકર (સ્વતંત્ર પાર્ટી)

1971 – દૌલતસિંહ જાડેજા (કોંગ્રેસ)

1977 – વિનોદભાઈ શેઠ (જનતા પાર્ટી)

1980 – દૌલતસિંહ જાડેજા (કોંગ્રેસ)

1984 – દૌલતસિંહ જાડેજા (કોંગ્રેસ)

1989 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)

1991 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)

1996 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)

1998 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)

1999 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)

2004 – વિક્રમ માડમ (કોંગ્રેસ)

2009 – વિક્રમ માડમ (કોંગ્રેસ)

2014 – પૂનમ માડમ (ભાજપ)

2019 – પૂનમ માડમ (ભાજપ)

લોકસભા બેઠકના 14 ઉમેદવારો

જયસુખ પિંગલસુર- બસપા

પૂનમબેન માડમ – ભાજપ

જે.પી. મારવીયા – કોંગ્રેસ

રણછોડભાઈ કંઝારીયા –

 વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી

પરેશભાઈ મુંગરા –

રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી

અનવર સંઘાર – અપક્ષ

યુસુફ ખીરા – અપક્ષ

અલારખભાઈ ઘુઘા – અપક્ષ

નદીમ હાલા – અપક્ષ

નાનજી બથવાર – અપક્ષ

રફિક પોપટપુત્ર – અપક્ષ

ભુરાલાલ પરમાર – અપક્ષ

પૂંજાભાઈ રાઠોડ – અપક્ષ

વિજયસિંહ જાડેજા – અપક્ષ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.