પરીક્ષા ફોર્મનો અંતિમ દિવસ ૮ ફેબ્રુઆરી: પરીક્ષા ફી રૂ.૩૦૦
એન્જિનીયરીંગ, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની મહત્વની ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાનું આવતીકાલથી પ્રારંભથશે અને આગામી ૮મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ગુજકેટની પરીક્ષા ફી રૂ.૩૦૦ રાખવામાંઆવી છે અને તે એસબીઆઈ ઈ-પે સિસ્ટમ દ્વારા ઓનલાઈન અથવા એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ દ્વારા ભરી શકાશે.ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૧૯ની પરીક્ષા ૨૩ એપ્રીલને મંગળવારના રોજ લેવામાં આવનાર છે. ત્યારે ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ ૨૦૧૯ માટેની માહિતી પુસ્તીકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સુચનાઓ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે.મળતી માહિતી મુજબ ગુજકેટની પરીક્ષા માટે અરજી કરવાને છેલ્લો દિવસ માર્ચના અંતિમ અઠવાડિયા સુધી ભરી શકાશે તેમજ એડમીટ કાર્ડ એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં મેળવવાનું રહેશે.આગામી ૨૩મી એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષાનું પરિણામ મે ૨૦૧૯ના બીજા અઠવાડિયાના અંત સુધીમાં જાહેર થાય તેવી શકયતા દેખાઈ રહી છે.