રાજયના તરણેતરના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થઈ ચુકયો છે. મેળા રસીકોને કોઇ મુશ્કેલીઓ ન પડે તે માટે રાજકોટ ડિવિઝન વિભાગ દ્વારા 160 જેટલી બસો દોડાવી હતી. આ બસો તા. 12 થી 15 સપ્ટેમ્બર સુધી મુસાફરોને મેળામાં લાવવા-મૂકવાનું કામ કરશે. તરણેતરના ભાતીગળ લોકમેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 50 બસો અન્ય ડેપોની તેમજ રાજકોટ વિભાગ દ્વારા 160 જેટલી બસો દોડાવવામાં આવી હતી.

જ્યારે સુરેન્દ્રનગર ડેપોમાંથી મેનેજર એસ.ડી.પરમાર, લીંબડીમાં ભાવનબેન, ચોટીલાના આર.ડી.જાડેજા સહિતનાઓ દ્વારા તરણેતર મેળાઓ માટે બસો ફાળવીને દોડાવવાનો પ્રારંભ કરાયો હતોધ્રાંગધ્રાના ટી.સી. વનરાજસિંહ ઝાલા, રાજકોટ એસ.ટી. સ્ટોરના અધિકારી દેશમુખભાઈના એસ.ટી. બસને વિધિવત રીતે પ્રારંભ કરાયો હતો.

જયારે હાલ તરણેતરના મેળાનો બીજાદિવસ હોવાથી લોકોનો ધસારો જાવા મળી રહ્યો છે. આ તકે હળવદ બસ એસ.ટી. ડેપોમાંથી 25 બસો ફાળવવામાં આવી છે. ઉપરાંત ગતવર્ષે હળવદને ફાળવવામાં આવેલ બસોના રૂટમાંથી એસ.ટી. તંત્રરૂ.2.90 લાખની આવક થઈ હતી. મજુરમહાજન યુનિયન ગ્રુપ અને એસ.ટી.ના કર્મી પરસોતમભાઈ, પ્રવિણભાઈ રબારી, વિપુલભાઈ ભાટકા, જે.એમ. સોલંકી સહીતના એસ ટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.