બાંધકામ શ્રમિકોને માત્ર ૧૦ રૂપિયામાં ફૂડ પેકેટ અપાશે
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા બાંધકામ શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના અમલમાં મુકવામાં આવી છે. પ્રમ તબકકામાં આ યોજનામાં રાજકોટ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ સાત જગ્યાએ જમીનની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બાંધકામ શ્રમયોગીઓ માટેની શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે મહાપાલિકા દ્વારા રૈયા ચોક, કડીયા નાકા,મવડી ચોક કડીયા નાકા, માલવીયા પોલીસ ચોકી પાસે બોરડી કડીયા નાકા, નિલકંઠ ટોકીઝ માટે કડીયા નાકા, પાણીના ઘોડા પાસેના કડીયા નાકા, આજી ચોકડી પાસેના કડીયા નાકા અને રણુજા ચોકડી પાસેના કડીયા નાકા એમ અલગ અલગ ૭ સ્ળે જમીનની ફાળવણી કરવામાં આવી છે.
શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ત્રણ જગ્યાએ જમીનની માંગણી કરવામાં આવી હતી. પરંતુ મહાપાલિકાએ જયાં શ્રમિકો એકત્ર ાય છે તેવી સાત જગ્યાએ જમીન ફાળવણી કરી છે. બાંધકામ શ્રમિકોને ૩૦ ‚પિયામાં ફૂડ પેકેટ આપવામાં આવશે જેમાં ૨૦ ‚પિયા સરકારનો ફાળો રહેશે. જયારે શ્રમિકોને માત્ર ૧૦ ‚પિયા જ આપવાના રહેશે.