૨૦૦ કાર્યકર્તાઓની ટીમે આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી
શહેરમાં બાલાજી હોલ પાસે ધોળકીયા સ્કુલની સામે સમસ્ત કોળી સમાજના એક દિવસીય ગરબાનું સતત સાતમાં વર્ષે મંગલ આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમ્યા હતા. જયારે તમામ આયોજનને સફળ બનાવવા સમસ્ત કોળી સમાજના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
અબતક સાથેની વાતચીતમાં કોળી સેના રાજકોટ જિલ્લાના પ્રમુખ અજયભાઈ ડાભીએ જણાવ્યું હતુ કે આજરોજનું આયોજન સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ માટે કરવામાં આવ્યું છે. અને સતત સાતમાં વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. સાથે ભરપૂર કોળી સમાજનો સહકાર પણ મળી રહે છે. અને સાથે અમારી ટીમનો પણ પૂરો સપોર્ટ કરી ૧૦૦થી ૨૦૦ કોળી સમાજના કાર્યકર્તા દિવસ રાત મહેનત કરી આ આયોજનને સફળ સાકાર કર્યું છે. સમસ્ત કોળી સમાજને એકત્રીત કરવા અમે ભાઈચારો વધે તે માટે જ આ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તમામ કોળી સમાજના ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઝૂમ્યા છે.