પોષ મહિનાના અંતિમ સવારે ધરાને સબનામી આલીંગન

 

અબતક,રાજકોટ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસ છવાયું હતુ. પોષ મહિનાના અંતિમ દિવસે ધરાને સબનમી આલીંગન કર્યું હતુ. સવારે મોડે સુધી ઝાંકળવર્ષા ચાલુ રહ્યાના કારણે વાતાવરણ આહલાદક બની ગયું હતુ. ભેજનું પ્રમાણ વધતા આજે રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો 18 ડિગ્રીએ પહોચી ગયો હતો. આવતીકાલેપણ ઝાંકળવર્ષાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો 18 ડિગ્રીએ પહોચી ગયો: સવારમાં મોડે સુધી ઝાકળવર્ષા, વિજિબીલીટી માત્ર 300 મીટર

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકાએ પહોચી ગયું હતુ. આજે વિઝીબીલીટી 300 મીટર રહેવા પામી હતી. 8 કીમીની ઝડપે પવન ફૂંકાયો હતો. સવારે 8.30 કલાકે લઘુતમ તાપમાનનો પારો 19 ડિગ્રીએ પહોચી ગયો હતો સવારે 7.30 કલાક બાદ ઝાકળ વર્ષાનું જોર વધ્યું હતુ સવારે મોડેસુધી ઝાકળવર્ષા જારી રહેવા પામી હતી. વાતાવરણ ભારે આહલાદક લાગી રહ્યું હતુ ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. દિવસે પણ હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

આવતીકાલે પણ ઝાકળ વર્ષાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. દરમિયાન 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન ઉતર ભારતના રાજયોમાં હિમવર્ષાની શકયતા રહેલી છે. 6 ફેબ્રુઆરીથી રાજયમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી સંભાવના રહેલી છે.

આગામી બે દિવસ માવઠા સાથે ભારે પવન ફુંકાવાની આગાહી

રાજ્યમાં આગામી 2-3 ફેબ્રુઆરીના રોજ વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં ફરી એકવાર ભારે પવન અને કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય આગામી 4 ફેબ્રુઆરી બાદ ઠંડી પણ અનુભવાશે. દરિયામાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. મત્સ્ય નિયામક કચેરી દ્વારા એક નોટિફિકેશ પણ બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ, વેરાવળ, પોરબંદર, જાફરાબાદ, જામનગર, નવસારી, વલસાડ, સુરત, ભાવનગર, રાજકોટ, કચ્છ, માંગરોળ, ઓખા, ભરૂચ, મોરબી નજીક જે દરિયા કિનારા છે ત્યાં માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે, જેને પગલે બીજી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને બીજા ટોકન ઈશ્યૂ કરવામાં ન આવે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.