રાજકોટની જાણીતી સંસ્થા વિરાણી બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતાં ર૬૦ દિવ્યાંગ (મૂક બધિર) બાળકો પૈકી ૧૦૦ મોટા બાળકોને રાજકોટથી જેસલમેર, રામદેવરા, પોખરણગઢ, અમૃતસર, વાઘા બોર્ડર, જમ્મુ, કટરા, વૈશ્ર્ણોદેવી, કુરુક્ષેત્રે : દિલ્હી દર્શન, માન. વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત જયપુર, નાથદ્વારા, ઉદયપુર તેમજ અન્ય જોવાલાયક સ્થળોના એક શૈક્ષણિક પ્રવાસ સ્લીપર બસ–ર દ્વારા યોજવામાં આવેલ છે. આ દિવ્યાંગ બાળકોને કુદરતી સૌદર્ય તથા બહારના પ્રાકૃતિક વાતાવરણ નો લ્હાવો માણે તથા બાળકોને બહારની દુનિયા જોવા મળે અને તેમના જ્ઞાનમાં વધારો થાય એ હેતુથી આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાના પ્રમુખ રજનીભાઇ જી.બાવીસી તથા માનદમંત્રી હસુભાઇ જોશી તથા સર્વે ટ્રસ્ટીગણ તથા વ્યવસ્થાપક મંડળના સભ્યઓએ પ્રવાસ માટે જનાર બાળકોને શુભેચ્છા પાઠવી .
Trending
- પોરબંદરના દરિયામાં NCBનું સૌથી મોટુ ઓપરેશન: 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયાના અહેવાલ
- શું તમને પણ ઊંચાઈથી બીક લાગે છે..?
- ગુલાબી ઠંડીમાં સ્કિનની સંભાળ આ રીતે રાખો….
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ
- દેશભરમાં હાહાકાર મચાવનાર ડિજિટલ એરેસ્ટ કૌભાંડમા ચાઈનીઝ ગેંગ મુખ્ય સૂત્રધાર
- 70 વર્ષથી વધુ વયના વડિલો માત્ર આધાર કાર્ડ રજુ કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે
- Okha: બેટ ગુરુદ્વારા મંદીરે કરાઈ ગુરૂનાનક જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી
- ખબર છે!!! ગુજરાતના દીપડાને ક્યાં કાંડનાં લીધે થઈ આજીવન કેદ..?