ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ રાજકોટનાં પ્રમુખ તરીકે પ્રફુલભાઈ જોષી તાજેતરમાં મળેલ સામાન્યસભામાં બિનહરીફ ચુંટાયા છે. સર્વે જ્ઞાતિજનોના દ્વારા હર્ષ અને ઉલ્લાસનાં વાતાવરણમાં ફરી બિનહરીફ ચુંટાયા છે. ચુંટણી અધિકારી તરીકે જ્ઞાતિ મોભી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટનાં પ્રમુખ, સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અનંતભાઈ ભટ્ટ તેમજ સહાયક તરીકે નરેન્દ્રભાઈ ભટ્ટ અને પ્રવિણભાઈ જોષીએ પ્રમાણિક, નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવી સામાન્યસભા, ચુંટણી અંગેનું કાર્ય પૂર્ણ કરી પ્રમુખ તરીકે પ્રફુલભાઈ જોષીને જાહેર કરેલા હતા. ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ રાજકોટની બેઠક ટુંક સમયમાં મળશે. જેમાં હોદેદારોની વરણી કરવામાં આવશે. પ્રમુખ તરીકે પ્રફુલભાઈ જોષી (મો.૯૮૨૪૨ ૪૧૫૩૨)ને જ્ઞાતિજનો અને અન્ય સમાજનાં વડીલો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. હાલ પ્રમુખ સાથે અન્ય કારોબારી સભ્યોને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરેલ તેમ જ્ઞાતિનાં હરેશભાઈ ઠાકર તથા જયેશભાઈ રાવલની યાદીમાં જણાવેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું
- અરવલ્લી: કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- અમદાવાદ : 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે
- ધોરાજી: HMPV વાયરસને લઈ સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ
- મોરબી: મહાનગરપાલિકા દ્વારા નંદકુંવરબા ધર્મશાળા ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરાયું