સેન્સેક્સ મંગળવારે નવી ઊંચાઈ પર પહોંચી ગયો. તેણે 36,859.39ના રેકોર્ડ સ્તરથી શરૂઆત કરી અને 36,869.34ના ઉચ્ચ સ્તરે અડક્યો. નિફ્ટી 11,109 પર ખૂલ્યો અને 11,132.35 સુધી ચઢ્યો. નિફ્ટીના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી માત્ર 60 પોઇન્ટના અંતરે રહી ગયો. સ્થાનિક રોકાણકારોની ખરીદારી અને એશિયાઈ બજારોની તેજીના કારણે ભારતીય શેર બજારમાં ઉછાળો આવ્યો.
સેન્સેક્સ સોમવારે 222.23 પોઇન્ટ ચઢીને 36,718.60 પર બંધ રહ્યો. જે અત્યાર સુધીનું રેકોર્ડ ક્લોઝિંગ સ્તર છે. અગાઉનો રેકોર્ડ હાઈ ક્લોઝિંગ સ્તર 36,548.41 છે જે 12 જુલાઈએ રહ્યો. નિફ્ટીનું ક્લોઝિંગ 74.55 પોઇન્ટ ઉપર 11084.75 પર થયું. 29 જાન્યુઆરી પછીનું તે સૌથી ઉચ્ચ ક્લોઝિંગ સ્તર છે.