પાટીદાર અનામત આંદોલનના નેતાઓ તા ભાજપ પ્રમુખ વાઘાણી અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હાજર રહેવા આમંત્રણ
આગામી તા.૨૬ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના મોટી માલવણ ખાતે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે મહાપંચાયત બોલાવી છે. જેમાં પાટીદાર સમાજના આગેવાનોને હાજર રહેવા હાર્દિકે ઓપન લેટર લખ્યો છે.
ઓપન લેટરમાં હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમીતીના નેતાઓને ૨૬ તારીખે સ્ળ પર હાજર રહેવા કહ્યું છે. આ સ્ળે અનામતની માંગ તેમજ પોલીસે કરેલા કેસ પરત ખેંચવા મામલે ભવિષ્ય ઘડાશે તેવું જણાવાયું છે. આ બેઠકમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને પણ હાજર રહેવા હાર્દિક પટેલે આમંત્રણ પાઠવ્યું છે.
બીજી તરફ હાર્દિક પટેલે કહ્યું છે કે, સરકાર પાટીદાર સહિતના તમામ સવર્ણોને અનામત આપી શકે છે. તેમણે કહ્યું હતું કે, જો સરકાર પાટીદારોને અનામત ન આપી શકતી હોય અને તે માનતી હોય કે તમામને અનામત આપવું જોઈએ તો સરકારે સવર્ણોને અનામત આપવી જોઈએ
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com