• વ્રજભૂમિ ના વિકાસ માટે રચાયેલા મેવાત વિકાસ બોર્ડ ના ઓઠા તળે મુસ્લિમ તુષ્ટીકરણ નું રાજકારણ  રમાતું હોવાનો વ્રજવાસીઓનો આક્ષેપ

વિશ્વની સૌથી મોટી લોકશાહી મા લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી પર સમગ્ર દેશમાં વિશ્વાસનો માહોલ ઊભો થયો છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની વજ્ર ભૂમિ ના ઇસ્લામી કરણના રાજકીય કાવતરા સામે વજ્રરક્ષા આંદોલન મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી ની યાચના કરવામાં આવી રહી છે.

વજ્ર ભૂમિના કહેવાતા વિકાસ માટે મેંવાત વિકાસ બોર્ડની 36 વર્ષ પહેલા થયેલી રચનામાં ભગવાન શ્રીકૃષ્ણના બાળપણના સ્થળ વજ્ર ક્ષેત્ર અને 84 કોસ યાત્રા ના વિકાસ માટે કરવામાં આવી હતી પરંતુ મુસ્લિમ તુંષ્ટીકરણ અને સંકુચિત સ્વાર્થી રાજકારણના કારણે રાજસ્થાનની તત્કાલીન સરકારે  મેંવાત માં મુસ્લિમ મતોના પ્રભાવને ધ્યાને રાખી આ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી હતી  જે રીતે 1947માં મુસ્લિમોની વસ્તીના આધારે પાકિસ્તાનની રચના અને સાંપ્રદાયિક વિભાજન થયું તે જ રીતે જાણે કે મેવાત વિકાસ બોર્ડની રચના થઈ હોય તેમ મેં ળવાત વિકાસ બોર્ડ ની રચના નો વિરોધ થઈ રહ્યો છે

વ્રજના ધર્મ પ્રેમી લોકો દ્વારા 1990થી જ વ્રજ રક્ષા આંદોલન ચલાવી રહ્યા છે વ્રજના સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોની રક્ષા માટે ભાજપ સંઘ વિશ્વ હિન્દુ પરિષદ પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતાઓ સાથે સતત સંપર્કમાં રહીને ભગવાન શ્રીકૃષ્ણની વ્રજભૂમિ ના ઈસ્લામી કરણના રાજકીય કાવતરા સામે વ્રજ રક્ષા આંદોલન ચાલી રહ્યું છે  છેલ્લા 34 વર્ષથી કૃષ્ણ ભક્તો વ્રજભૂમિ ની રક્ષા માટે વિરોધ કરી રહ્યા છે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સમાચાર માધ્યમોમાં પણ આ આંદોલન ને વારંવાર ઉજાગર કરવામાં આવી રહ્યું છે

વજ્રભૂમિ આંદોલનને માત્ર ભાવિકો ,સંતો મહંત ધર્મચાર્ય યોગ્ય જોશીઓ જ નહીં પરંતુ લોકો તપસ્વીઓ દાતાઓ અને રાજકીય આગેવાનો સાથે વેપારીઓ શહેરીજનો ગ્રામજનો અને ઉદ્યોગપતિઓ પણ ભદ્રભૂમિની રક્ષા માટે નો અવાજ ઉઠાવી રહ્યા છે વજ્ર ભૂમિના લોકો તે ભગવાન શ્રીકૃષ્ણની બાળપણ સાથે ની અસ્મિતા સાથે જોડાયેલ વજ્ર ભૂમિ ની સુરક્ષા માટે ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તરફથી ગેરંટીની અપેક્ષા રાખી છે અને આ ચૂંટણીમાં જ વજ્રવાસીઓએ મેવાત વિકાસ બોર્ડમાં નિમણૂકોથી લઈ નિર્ણયો સુધીમાં કહેવાતા ઈસ્લામી કરણ નો વિરોધ કરી મેવાત વિકાસ બોર્ડમાં હિંદુ ધર્મ સંસ્કૃતિની ગરિમા જળવાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ મીટમાંડીને મોદીની ગેરંટી ની અપેક્ષા વ્યક્ત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર દ્વારા વિકાસની ગેરંટી અને બોલે તે કરવાની પ્રતિભત્તા ને લઈને સમગ્ર દેશમાં મોદીની ગેરંટી પરત્વે એ વિશ્વાસ ઉભો થયો છે

અયોધ્યામાં રામ જન્મભૂમિ ની મુક્તિથી લઈ રામ મંદિરના નવનિર્માણ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સુધીના જન આંદોલન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની  પ્રતિબદ્ધતા ની જેમ જ વ્રજભૂમિ સુરક્ષા માટે વ્રજવાસીઓએ મોદીની ગેરંટી પર વિશ્વાસ મૂક્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.