વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ‘પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમમાં સમગ્ર દેશના સ્ટૂડન્ટ્સ સાથે વાતચીત કરશે. સ્કૂલોમા તેના લાઈવ ટેલિકાસ્ટ માટે સેન્ટ્રેલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. આ ચર્ચામાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવશે. જેથી તેઓ એક્ઝામના સમયમાં રિલેક્સ થઈને તૈયારી કરી શકે. નોંધનીય છે કે, વડાપ્રધાને બાળકો માટે એક્ઝામ વોરિયર પુસ્તક પણ લખ્યું છે. તેમાં એક્ઝામ સ્ટ્રેસને પહોંચી વળવા અને સારુ પર્ફોમ કરવા માટેના 25 મંત્રો જણાવવામાં આવ્યા છે. દેશમાં દર વર્ષે એક્ઝામ સ્ટ્રેસના કારણે ઘણાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લેતા હોય છે અને મોદી આ વિશે મન કી બાતમાં પણ ચિંતા પણ વ્યક્ત કરી ચૂક્યા છે.
મોદીએ લોકો પાસે માંગ્યા હતા સૂચનો
નરેન્દ્ર મોદી દિલ્હીની તાલ કટોરા સ્ટેડિયમમાં સવારે 10.30 વાગે ચર્ચામાં સામેલ થશે. આ પહેલાં કાર્યક્રમ માટે પીએમએ ટ્વિટર અને @mygovindia પર લોકોના સૂચનો મંગાવ્યા હતા.
સ્ટૂડન્ટ્સ નરેન્દ્ર મોદી એપ અને સોશિયલ મીડિયા દ્વારા હેશટેગ #ExamWarriors સાથે પરીક્ષાની તૈયારીઓ વિશે તેમને સવાલ પૂછી શકે છે. મોદીએ ટ્વિટમાં કહ્યું હતું કે, પરીક્ષાના સમયમાં વોરિયલ બનવુ જોઈએ વરિયર નહીં.