શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં માહિતી આપતા જણાવ્યું કે, આગામી દિવસોમાં પીએચડી કરનારા લોકોને સરકાર મહિને રૂ. 15 હજારનું સ્ટાઇપેન્ડ આપશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન બીજા 20 હજારની રકમ પણ ચુકવવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આ માટે નાણા વિભાગે રૂ. 20 કરોડની ફાળવણી કરી છે.
નવી શિક્ષા નીતિ ગુજરાતની નહીં દેશની હશે
ગૃહમાં માહિતી આપતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં આ વર્ષે શિક્ષણ બજેટમાx કુલ 30 હજાર કરોડની જોગવાઈ કરી છે, જે ગત વર્ષ કરતાં વધુ છે. આ બજેટમાં નવા 5,000 ઓરડા બનાવાની જોગવાઇ છે, હાલ 4529 ઓરડાઓનું કામ ચાલી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં દેશની નવિ શિક્ષા નીતિ આવી રહી છે. નવી શિક્ષા નીતિ ભાજપની નહીં પરંતુ ભારતની હશે. નવસારીના મધ્યાહન ભોજન ફરિયાદ મામલે પણ તપાસ કરી હતી, તેમાં કોઈ મળી આવી નથી. એક સર્વેમાં દેશની અંદર પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ નક્કી થાય છે. જેમાં આપણે ત્રીજા નંબરે છીએ.”
ધોરણ 6-8નાં વિદ્યાર્થીઓ માટે મિશન વિદ્યા
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, “ધોરણ 6 અને 8ના બાળકો માટે મિશન વિદ્યા યોજના લાગુ કરી છે. જેમાં શાળા પહેલા અને પછી વાંચન-લેખનમાં પ્રીય હોય તેવા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની નિયમિત હાજરી માટે કંટ્રોલ રુમ ઉભો કર્યો છે.”
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ગૃહ છોડીને ચાલ્યા ગયા
કોંગ્રેસના ધારાસભ્ય અંનત પટેલે વિધાનસબા ગૃહમાંથી પોતાનો પ્રશ્ન રજૂ કરવાની યોગ્ય તક ન આપવામાં આવી હોવાના દાવા સાથે વોટ આઉટ કર્યું હતું. ધારાસભ્યએ પોતાના વિસ્તારની આદિવાસી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં ખરાબ જમવાનું આપી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.