અનેક પડકારો, આંદોલનને વિંધી નર્મદા મૈયાનું થયું છે અવતરણ: માઇલોના માઇલોનું અંતર કાંપી નર્મદાના નીર આપણા ખેતર કે પાણીયારા સુધી પહોંચે છે
- બે વર્ષ બાદ નર્મદા ડેમ ઓવરફ્લો થાય તેવા સંકેતો
- નમામી દેવી નર્મદા: પ્રથમવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાયા
- ડેમ 133.51 મીટર ભરાય જતા પાંચ દરવાજા એક મીટર સુધી ખોલી પાણી છોડાશે: હેઠવાસ ગામોને એલર્ટ કરાયા
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ બે વર્ષ બાદ ઓવરફ્લો થાય તેવા સુખદ એંધાણ વર્તાય રહ્યા છે. મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવતા પર ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. બન્ને વીજયુનીટ પણ ધમધમવા લાગ્યા છે. દરમિયાન આજે સવારે ડેમની સપાટી 133.51 મીટરે પહોંચી જતા રૂલ લેવલ જાળવી રાખવા માટે બપોરે ડેમના પાંચ દરવાજા એક મીટર સુધી ખોલી 10 હજારથી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદાનદીમાં છોડવામાં આવી રહ્યું છે.
હેઠવાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન પદે સત્તારૂઢ થવાના 17માં દિવસે જ નરેન્દ્રભાઇ મોદી દ્વારા સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. અગાઉ ડેમની ઉંચાઇ 121 મીટરથી થોડી વધુ હતું. દરમિયાન ડેમ પર 30 રેડીયલ દરવાજા મૂકવામાં આવતા સરદાર સરોવર ડેમની ઉંચાઇ 138.68 મીટરે પહોંચી જવા પામી છે. દરવાજા મૂકાયા બાદ ડેમ માત્ર બે વખત ઓવરફ્લો થયો છે. નવા વર્ષ ડેમ વધુ એક છલકાય તેવી સુખદ સંભાવના જણાય રહી છે. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ડેમમાં હાલ 232208 ક્યુસેક પાણીની ધોધમાર આવક થઇ રહી છે. સવારે ડેમની સપાટી 133.51 મીટરે પહોંચી જવા પામી હતી. ડેમ ઓવર ફ્લો થવામાં માત્ર 5.17 મીટર જ બાકી રહ્યું છે.
રૂલ લેવલ જાળવવા માટે આજે બપોરે ચાલુ સાલ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના 30 પૈકી પાંચ દરવાજાઓ એક મીટર સુધી ખોલી પ્રતિ સેક્ધડ 10 હજારથી લઇ 1,50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. હાલ 49487 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોય નાડોદ, તિલવાડા, ભરૂચ અને વડોદરા તાલુકાના હેઠવાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં સંકટ હલ થઇ ગયુ છે.
27 બુર્જ ખલિફા બને તેટલું કોંક્રીટ ડેમમાં વપરાયું છે
ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં આવતા પાણીના પ્રવાહને 450 ટનનો એક દરવાજો એમ કુલ 30 રેડિયલ દરવાજા રોકે છે. એ એક દરવાજાનું વજન 150 હાથીના વજન જેટલું થાય છે.સરદાર સરોવર ડેમની નીક (સ્પિલવે) પર 4500 હાથી બેઠા હોય એમ કહી શકાય. એ તમામ ગેટની વોટર ડિસ્ચાર્જ કેપેસિટી 30 લાખ ક્યુસેકની છે. સરદાર સરોવર નર્મદા ડેમ બનાવવા માટે 6.8 મિલિયન ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે. એટલા કોન્ક્રીટથી 27 બુર્જ ખલીફાનું નિર્માણ થઈ શકે છે.
નર્મદા બંધ વિશે ખાસ બાબતો
સરદાર સરોવર ડેમ ભારતની સૌથી મોટી જળ પ્રકલ્પ યોજના છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા મોટાં રાજ્યો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છે. પાણી ડિસ્ચાર્જ કરવાની શક્તિની ક્ષમતાના આધારે નર્મદા ડેમ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડેમ છે. પ્રોજેક્ટ્થી જોડાયેલી 532 કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેર વિશ્વની સૌથી લાંબી સિંચાઈ નહેર છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોન્ક્રીટથી બનેલો સરદાર સરોવર ડેમ ભારતનો ત્રીજો સૌથી ઊંચો ડેમ છે. તતત્કાલિન મુખ્ય મંત્રી આનંદીબહેનન પટેલે નર્મદા યોજનાની ઊંચાઈ 121 મીટર થી 138.62 મીટર વધારવાની જાહેરાત કરી હતી.
નર્મદાની કેનાલ દ્વારા 25 ડેમ, 750 તળાવો ભરાય છે
ગુજરાત રાજ્યની 75% વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા કેનાલ દ્વારા રાજ્યના ખૂણે ખૂણે પહોંચતા પાણીથી 18 લાખ હેકટર એટલે કે કુલ ખેતી લાયલ વિસ્તારના 15% જમીનમાં સિંચાઈનો લાભ મળે છે. નર્મદા કેનાલની કુલ લંબાઈ 458 કિમિ છે કેનાલમાં કુલ સંગ્રહિત ક્ષમતા 22,000 કરોડ લીટર જ્યારે કેનાલમાં અત્યારે પાણીનો જથ્થો 17,100 કરોડ લીટર છે.10,000 ગામ-175 શહેર નર્મદાનું પાણી પીવા માટે મેળવે છે. 18 લાખ હેકટર જમીનને સિંચાઈ માટે મળે છે.નર્મદાની કેનાલ દ્વારા 25 ડેમ,750 તળાવો ભરાય છે.
- સરદાર સરોવર ડેમ ઓવરફલો થશે તો બે વર્ષ માટે ગુજરાતમાં પીવા કે સિંચાઈના પાણીની કોઈ જ સમસ્યા સર્જાશે નહીં
નર્મદાના નીર સૌરાષ્ટ્રની જનતા માટે એક સામાન્ય પાણી નહી પરંતુ પ્રસાદી છે. 600 થી વધુ કિ.મી.નું અંતર કાંપી નર્મદા મૈયાનું સૌરાષ્ટ્રમાં અવતરણ થયું છે. એક સમયે દુષ્કાળ અને સૌરાષ્ટ્ર એક બીજાના પર્યાય હતા. પાણી માટે ખુન પણ થતા હતા. નર્મદાના નીર ગુજરાતની જીવાદોરી છે તે વાત દાયકો પહેલા તમામ રાજનેતાઓ જાણતા હતા પરંતુ મેલી રાજનીતિના કારણે જે યોજનાના લાભ દેશની જનતાને 70ના દાયકામાં મળવા જોઇએ તેના લાભ ર1મી સદીથી મળતા થયા. વિસ્થાપીતોનો પ્રશ્ર્ન, ઉપવાસ આંદોલન થયા, પર્યાવરણના મુદ્દાઓ ઉછળ્યા અંતે તમામ પડકારોને પર કરી અંતે નર્મદાના નીરનું સૌરાષ્ટ્રમાં અવતરણ થયું.
આજે નર્મદા મૈયા માત્ર પાણીની પ્યાસ બુઝાવી રહ્યા છે. તેવું નથી ખેતીને પણ પાણી પુરુ પાડી રહ્યા છે. કચ્છના છેવાડે બીએસએફના કેમ્પ સુધી નર્મદાના નીર પહોચ્યા છે. ડેમ પર દરવાજા મુકવાની મંજુરી મળ્યા બાદ હદે સોનામાં સુગધ ભળી ગઇ છે. ડેમ સંપૂર્ણ પણે ભરાયા તો ગુજરાતને લેવલે સુધી પીવા કે સિંચાઇના પાણીની તકલીફ ન પડે.
5 એપ્રિલ, 1961ના રોજ સરદાર સરોવર ડેમનું તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે ભૂમિપૂજન થયું હતું. પરંતુ ડેમ બનાવવાના કામકાજની શરૂઆત વર્ષ 1987માં થઇ હતી. આમ, ભૂમિપૂજનથી લઈ કામની શરૂઆતમાં 26 વર્ષનો સમયગાળો નીકળી ગયો. એવું કહેવાય છે કે, આ પાછળ મુખ્ય કારણ નર્મદા બચાવો આંદોલન હતું. આ નર્મદા બચાવો આંદોલનમાં મેધા પાટકર, બાબા આમ્ટે અને કેટલીક સ્વેચ્છિક સંસ્થાની આગેવાની હતી. જેમાં ડેમના કામકાજ સામે પર્યાવરણના મુદ્દો સવાલો ઉઠાવવામાં આવ્યાં હતાં. નર્મદા વિરોધી આંદોલનને મોટી સફળતા ત્યારે મળી, જ્યારે 1993માં સરદાર સરોવર પ્રોજેક્ટને વિશ્વ બેન્કે અપાયેલી સહાય પરત ખેંચી લીધી છે.
જો કે, ઓક્ટોબર 2000માં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતા સરદાર સરોવર બંધનું રોકાયેલું કામ ફરી એકવાર શરૂ થયું.કામકાજ શરૂ થયા બાદ વર્ષ 1999માં ફરીથી ડેમનું કામ અટક્યું, ત્યારે ડેમની ઊંચાઇ માત્ર 80.3 મીટર હતી, ત્યાર બાદ નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ડેમની ઊંચાઇ વધારવાની મંજૂરી આપી અને વર્ષ 2000માં ડેમની ઊંચાઈ 85 મીટર થઈ. વર્ષ 2001, 2002 અને 2003માં તબક્કાવાર 5-5 મીટર ઊંચાઇ વધારવાની પરવાનગી મળી હતી. ડેમની ઊંચાઇ 100 મીટર સુધી પહોંચી ગઈ છે.
વર્ષ 2006ની 31 ડિસેમ્બરે ડેમનું કામ 121.92 મીટરે ફરી પાછું અટક્યું. જેથી નર્મદા વિવાદ સામે લડી રહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી 51 કલાકના ઉપવાસ પર બેઠા. ગુજરાતની મોદી સરકારની ઇચ્છા હતી કે, નર્મદા ડેમની ઊંચાઇ હજુ પણ વધારવામાં આવે. પરંતુ કેન્દ્રમાં બેઠેલી ઞઙઅ સરકાર ટસની મસ ન જ થઈ.પોતાનું સ્વપ્ન સાકાર કરવા મોદીને મોંકો મળ્યો અને 2014ની લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી સાથે ગુજરાત મોદી દેશના વડાપ્રધાન બન્યા. મોદીએ પોતાની વડાપ્રધાન કાર્યકાળના શરૂઆતના દિવસોમાં જ નર્મદા ડેમની ઊંચાઈ 138.39 મીટર સુધી લઇ જવાની પરવાનગી આપી દીધી. આખરે 17 જૂન, 2017ના રોજ ડેમના દરવાજા બંધ થતાંની સાથે કામ પૂર્ણ થયું હતું. ખુદ વડાપ્રધાન મોદીએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા.