ક્રિષ્નાબેન કાછડીયા અબતક સાથેની વાતચીતમાંડાયાલીસીસ વિશે જણાવે છેકે, તે સ્ટર્લીંગમાં ૬ વર્ષથી ડાયાલીસીસ ટેકનીશ્યન તરીકેની ફરજ નિભાવે છે જે વ્યકિતની બંને કીડની કાર્યરત ન હોય તેવા દર્દીઓને ડોકટરની સલાહ પ્રમાણે અઠવાડિયામાં ૨ વાર અથવા તો ૩ વાર ડાયાલીસીસની જરૂરીયાત રહે છે. ડાયાલીસીસ કરાવતા દર્દીઓને પ્રવાહી ઓછુ લેવાનું કહેવામાં આવે છે પણ વધારે પ્રવાહો લેતા દર્દીઓને ડાયાલીસીસ દરમિયાન વજન ઓછુ કરવાનું રહે છે. જેતી કરીને બી.પી. અથવા તો સ્યુગર ડાઉન થઈ જાય તેવી તકલીફ થતી હોય છે. ડાયાલીસીસ કરાવતા દર્દીઓને પોટેસિયમનો ખોરાક પણ
ઓછો લેવા માટે કહેવામાં આવે છે જેવા કે નાળીયેર પાણી, કેળા, બટેટા, ખજૂર અને ગોળ જેવા ખોરાક કે જેમાં પોટેશિયમ સૌથી વધુ પ્રમાણમા હોય છે. વધારે પડતુ પોટેશિયમ કીડની રેગ્યુલેટ કરીના શકે અથવા તો ઈલેકટ્રોલાઈટ પણ કીડની કરીના શકે તો તેમાં પોટેશિયમ વધી જાય છે. જેને કારણે હૃદય પર પણ તકલીફ પડી શકે છે. જેથી ડાયાલીસીસ કરાવતા દર્દીઓને હૃદયના ડોકટરની સલાહ પ્રમાણે દવાઓ ચાલુ રાખવી જરૂરી છે.