કેશોદ, જય વિરાણી
કેશોદના રોડ રસ્તાને લઇ લોકો છેલ્લા કેટલા સમયથી પરેશાન છે. અને ચોમાસામાં થયેલ રોડ રસ્તાની સ્થિતિને કારણે લોકો ના પ્રશ્નો તાત્કાલિક દૂર કરવાની જરૂર છે તેવી માંગ લોકો એ ઘણી વાર કરી છે. શહેર અને શહેરની બહારના રસ્તાઓને સરખા કરવાને લઈને ઘણીવાર વાત આગળ સુધી પહોંચી છે.શ્રધ્ધા સાેસાયટીમાં આવેલ સિધ્ધાર્થ હાઇસ્કુલને જાેડતા રાેડને લાંબા સમયથી બનાવવામાં આવતાે ન હોવાની સોસાયટીના રહીશોએ વારંવાર માંગ કરી છે પરંતુ તેના પર પાલિકાએ ધ્યાન આપ્યું નથી.
તેથી આજે વાેર્ડ નં 9 ના સ્થાનીક રહીશાેએ આમ આદમી પાર્ટીને સાથે રાખી અપીલ કરી હતી. આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય દિવસોથી આગામી ચૂંટણી ને લઈને તેમની વ્યૂહરચના અંગે ચર્ચામાં છે, અને તેના આગેવાનો ગામો ગામ જય શહરેના પ્રશ્નો સાંભળી તેને ઉકેલવાનો પ્રયાસ પણ કરે છે.ત્યારે આજે શ્રધ્ધા સાેસાયટીમાં આવેલ સિધ્ધાર્થ હાઇસ્કુલને જાેડતા રાેડને બનાવવાની માંગ ચીફ ઓફીસરને આવેદન આપી કરી હતી. આવેદનમાં જણાવાયું કે જયારે પણ સ્થાનીકાે આ રાેડ બનાવવા પાલીકાને માૈખિક કે લેખિત રજૂઆત કરે છે, ત્યારે હમણાં બનાવી આપશું તેવુું માત્ર આશ્વાસન આપે છે આથી સ્થાનીકાેએ વારંવાર આવેદન છતાં પાલીકા રાેડ બનાવતી ન હાેય ફરી એક વખત રાેષપુર્વક આવેદન આપ્યું હતું.
આવેદન સમયે આમ આદમી પાર્ટીના કિશાેર કોટેચા, મહેશભાઈ મકવાણા, પ્રવિણ પટેલ, કેશુભાઇ મુછડીયા તેમજ સક્રિય કાર્યકરો હાજર રહ્યાંં હતાં. કેશોદના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે, “અમે આની પહેલા પણ 2 વર્ષ પહેલા અમે આપીલ કરી હતી આજે ફરી એકવાર અરજી કરી છે અને આજે ચીફ કમિશનર સાહેબે જવાબમાં કહ્યું છે કે જનરલ બોર્ડની મિટિંગમાં હું વાત કરીશ અને જો ત્યાં આ વાત નહિ થઇ હોય તો હું મિટિંગમાં પ્રસ્તાવ કરીશ.” મહેશભાઈ એ કહ્યું કે જો હવે પ્રજાના રોડના પ્રશ્ર્નને નિશ્ચિત સમયમાં ઉકેલવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટી પ્રજા સાથે જોડાઈ ઉગ્ર આંદોલન કરશે.