મિક્ષ ફ્રૂટ શ્રીખંડ બનાવવા માટેની સામગ્રીઃ
મઠો- 1 કિલો
ખાંડ- 750 ગ્રામ
દ્રાક્ષ- 50 ગ્રામ
સફરજન- એક નંગ
કેળુ- એક નંગ
ચારોળી- 3 ચમચી
બદામની કતરન- 3 ચમચી
કેસર- 4થી5 રેસા
ઇલાયચી પાવડર- એક નાની ચમચી
પીળો રંગ (ચપટી માત્ર)
મિક્ષ ફ્રૂટ શ્રીખંડ બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે એક વાસણ લો. કે જેમાં તમે સૌ પ્રથમ મઠો લો. તેમાં તમે ખાંડ નાંખીને તેને બરાબર મિક્ષ કરી લો. ત્યાર પછી તમે કેસરનાં નાના-નાના રેસા લો અને તેને એક ચમચી ગરમ પાણીમાં ઓગાળી દો. હવે તમે અંદાજે એક કલાક પછી તૈયાર મઠાને એક પાતળા કપડાંથી ચાળી લો.
ત્યાર પછી તેમાં તમે ઇલાયચી પાવડર, ભીનાં કરેલ કેસરનાં રેસા તેમજ ચપટી પીળો રંગ નાંખો અને બરાબર તેનું મિશ્રણ કરી દો. હવે તમે દ્રાક્ષ લો અને તેને ધોઇને છૂટી પાડી દો તેમજ સફરજન અને કેળાને ઝીણા-ઝીણા સમારી લો. હવે આ બધાં જ ફ્રૂટ્સને શ્રીખંડમાં નાખીને તેને બરાબર હલાવ્યા કરો. અને તેને ઠંડુ પાડીને બરાબર સર્વ કરી લો.