સમાજ શ્રેષ્ઠીઓ, અધિકારીઓએ આપી હાજરી
રાજકોટ જિલ્લા આહિર કર્મચારી મંડળ તેમજ રાસોત્સવ સમિતિ દ્વારા ગઈકાલે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતુ જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનોએ રાસ ગરબા રમ્યા હતા. અને નિહાળ્યા હતા. સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, અધિકારીઓ પણ આ રાસોત્સવમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યો હતો.
ચંદુભાઇ મિયાત્રાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા આહિર કર્મચારી મંડળ તેમજ રાસોત્સવ સમિતિ દ્વારા રાસોત્સવનો કાર્યક્રમ રખાયો છે. રાજકોટ જિલ્લાનાં તેમજ મોરબી તાલુકાના સમગ્ર આહિર સમાજના બાળકો, વડિલો ખેલૈયાઓ તેમજ અગ્રણીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે આ ચોથા રાસોત્સવનું આયોજન કરેલું છે. આ રાસોત્સવમાં ૪ થી ૫ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે. અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાસોત્સવ સમિતિ, કર્મચારી મંડળે જહેમત ઉઠાવી છે.