44 ટીમોએ આજી-1, આજી-2, પ્રહલાદ પ્લોટ, આજી ઇન્ડસ્ટ્રીયલ અને મિલપરા સબ ડિવિઝન હેઠળના વિસ્તારો ધમરોળ્યા

એસઆરપીની 13, જીયુવીએનએલ પોલીસની 4 અને લોકલ પોલીસની 6 ટિમોને સાથે રાખી કનેક્શનોનું સઘન ચેકીંગ

અબતક, રાજકોટ : પીજીવીસીએલ દ્વારા રાજકોટ શહેરમાં આજે સતત ચોથા દિવસે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 44 ટિમોએ આજી-1, આજી-2, પ્રહલાદ પ્લોટ, આજી ઇન્ડસ્ટ્રીયલ અને મિલપરા સબ ડિવિઝન હેઠળના વિસ્તારો ધમરોળ્યા હતા. આ દરમિયાન પીજીવીસીએલના એમડી વરુણકુમાર બરનવાલ પણ મેદાનમાં ઉતર્યા હતા

પીજીવીસીએલ દ્વારા આજે શહેરમાં સતત ચોથા દિવસે વીજ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજી-1, આજી-2, પ્રહલાદ પ્લોટ, આજી ઇન્ડસ્ટ્રીયલ અને મિલપરા સબ ડિવિઝન હેઠળ આવતા ચુનારવાડ શેરી નં. 1થી 8, મનહરપરા, બેડીપરા, સમૃદ્ધિ સોસાયટી, શિવધારા, મયુરનગર, શક્તિ સોસાયટી, શિવાજીનગર, કુબલીયા પરા, ન્યુ વિજય નગર, કસ્તુરબા વાસ, લાખાજીરાજ, ઉદ્યોગનગર શેરી નં.1થી 8, જય ઓરકાશ શેરી નં. 1થી 10, ભગવતીપરા મેઈન રોડ, રિવર બેંક એરિયા, ઘાંચીવાડ શેરી નં.6થી 10, જિલ્લા ગાર્ડન ચોક, ભવાનીનગર, નવયુગપરા, કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

પીજીવીસીએલ દ્વારા આજની ચેકીંગ ડ્રાઇવમાં 44 ટિમો બનાવવામાં આવી હતી. આ ટિમો દ્વારા એસઆરપીની 13, જીયુવીએનએલ પોલીસની 4 અને લોકલ પોલીસની 6 ટિમોને સાથે રાખી કનેક્શનોનું સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.

રાજકોટ સિટી સર્કલ વિભાગ-1હેઠળની જે કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. તેમાં પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર વરુણકુમાર બરનવાલ પણ જોડાયા હતા. તેઓએ ભગવતીપરા વિસ્તારમાં ફિલ્ડ ઉપર હાજર રહી વીજ ચેકીંગની કામગીરી નિહાળી સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એન.જી. કારીયા, કોર્પોરેટ ઓફિસના વિજિલન્સ અધિકારી બી.એન. શાહ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા પ્રથમ દિવસે બેડીનાકા, પ્રદ્યુમનનગર અને ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળના રૂખડીયાપરા, પોપટપરા, રઘુનંદન સોસાયટી, રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર, સંજયનગર, વાંકાનેર સોસાયટી, મોચીનગર-1, રાજીવનગર, બજરંગવાડી, શીતળ પાર્ક, મોમીન સોસાયટી, ભીલવાસ, ખત્રીવાડ, જિલ્લા પંચાયત ચોક, સદરબજાર, નવલનગર, લોહાણાનગર, કૃષ્ણનગર, સ્વામિનારાયણનગર, ગોકુલધામ આવાસ ક્વાર્ટર્સ સહિતના વિસ્તારોમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ બીજા દિવસે કોઠારિયા રોડ સબ ડિવિઝન હેઠળના જંગલેશ્વર શેરી નં. 1થી લઈને શેરી નં. 32 તેમજ રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં. 1થી લઈને શેરી નં. 20 સુધીના કનેક્શનોનું ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતું. ત્રીજા દિવસે માધાપર, વાવડી, ખોખળદળ, મવડી રોડ, કાલાવડ રોડ સબ ડિવિઝન હેઠળના વાવડી, વિશ્વકર્મા સોસાયટી, ઉદયનગર, શ્રીનાથજી સોસાયટી, 25 મિટર ક્વાર્ટર, સીંધોયનગર, જયનગર, સોમનાથ સોશિયલ, ગોકુલ પાર્ક, નટરાજનગર, ભગતસિંગ આવાસ યોજના સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયુ હતું. હવે આજે સતત ચોથા દિવસે વીજ ચેકીંગ યથાવત રહેતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.