જ્ઞાતિ અગ્રણીઓ, મહાનુભાવોનાં હસ્તે માતાજીની મહાઆરતી કરાઈ
સમસ્ત પ્રજાપતિ સમાજમાં એકતા, સંગઠન અને વિકાસ ને વધુ મજબુત બનાવવા માટે સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસીય રાસોત્સવ નવરાત્રીનું આયોજન કરાયું હતુ એક દિવસીય રાસોત્સવ સહિયર કલબ ફનવર્લ્ડની બાજુમાં રેસકોર્ષ મેદાન, રેસકોર્ષ રીંગરોડ, રાજકોટ ખાતે યોજાયો હતા.
આ ગ્રાઉન્ડમાં ૫૦૦૦ ખેલૈયાઓ રમ્યા હતા. સાથે મેટગ્રાઉન્ડ, હાય ફાય લાઈન એરે સીસ્ટમ અને નામાંકિત સિગરો રાહુલ મેહતા છલડો અને સોનું સોંગ ફેમ, ચાર્મી રાઠોડ, સાજીદ ખ્યાર તથા સંચાલન તેજસ સીશાંગીયા યુવાઓને થનગનાટ કરાવ્યો હતો. પ્રિન્સ, પ્રિન્સેસ અને ચિલ્ડ્રન પ્રિન્સ, પ્રિન્સેસ ને ઈનામોથી સન્માનીત કરાયા હતા. આ ઉપરાંત એક દિવસીય નવરાત્રીની મુખ્ય વિશેષતાઓમાં સમાજની એકતા માટે જ્ઞાતિજનો, આગેવાનો, હોદેદારો તથા મહાનુભાવો દ્વારા મહા આરતી કરી માતાજીની આરાધના કરાઈ હતી.
સતત ચોથા વર્ષે આ આયોજનમાં નવરાત્રી ગરબાની સાથે સાથે સમાજમાં વ્યસનમૂકિત અભિયાન બેટી બચાવો, બેટી પઢાવો વૃક્ષારોપણ તેમજ અંગદાન અભિયાન જેવા સામાજીક જાગૃતિના કાર્યો માટે મહા અભિગમ હાથ ધરેલ છે.