સૌરાષ્ટ્ર-કચ્છના વકિલોને થતો અન્યાય અટકાવવાની નેમ ઉમેદવાર અબતક’ની મુલાકાતે
આવતીકાલે સમગ્ર ગુજરાત રાજયમાં તમામ પ્રેકટીશ કરતા વકિલોની માતૃ સંસ્થા એવી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠાભરી ચૂંટણી જંગ યોજાનાર છે. તેમાં કુલ ૨૫ જગ્યા માટે ૯૯ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલી છે. જેમાં રાજકોટના યુવા નિડર અને વકિલોના હિત અને અધિકારીની લડાઈ લડનાર ડો.જીજ્ઞેશ જોષીએ આ ચૂંટણીમાં પ્રથમ વખત ક્રમાંક નં. ૩૧ પરથી પોતાની ઉમેદવારી ચૂંટણી જંગમાં પોતાની ઉમેદવારી નોધાવેલ છે. આઅંગે વધુ માહિતી આપવા ડો. જીજ્ઞેશ જોષી તેમજ અશોકસિંહ વાઘેલા ઈન્દુભા રાવલ, ભરતભાઈ રાઠોડ, ચંદ્રસિંહ તલાટીયા, હિંમતભાઈ રાબડીયા અને રાજદીપસિંહ જાડેજાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ડો.જીજ્ઞેશ જોષી વર્ષ ૨૦૦૯માં વકિલાતના વ્યવસાયમાં પ્રવેશ કરી રાજકોટ બાર એસો.માં માત્ર ૨ વર્ષની પ્રેકટીસ બાદ વર્ષ ૨૦૧૨માં કારોબારી સભ્ય પદે ચૂંટણી લડી જીત્યા હતા ત્યારબાદ વર્ષ ૨૦૧૩, ૧૫,૧૬ માં પણ સતત ૪ વર્ષ ચૂંટણી લડી સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર રહેલા છે. હાલ તેઓ જૂનીયર પ્રેકટીશ એસો.ના વર્ષ ૨૦૧૪થી સતત આજદિન સુધી પ્રમુખ રહ્યા છે. તેઓ ગુજરાત હ્યુમન રાઈટસ પ્રેકટીશ્નર એસો.ના પ્રમુખ તેમજ ન્યુ. ક્રિમીનલ બાર એસો. રાજકોટના ઉપપ્રમુખ પણ છે. આ ઉપરાંત તેઓ કણકોટ કોર્ટ સ્થળાંતર વિરોધી લડત સમિતિનાં વર્ષ ૨૦૧૪માં સભ્ય પણ રહી ચૂકયા છે. આ ઉપરાંત તેઓ રાજકોટ જીલ્લા જેલ સમિતિનાં પણ વર્ષ ૨૦૧૫માં સભ્ય રહી ચૂકયા છે. તમામ ઉમેદવારોમાં ડો. ઉપાધી ધરાવતા એડવોકેટ જીજ્ઞેશ જોશી એક માત્ર ઉમેદવાર છે.
છેલ્લા નવ વર્ષથી તેઓ સતત વકિલોના તમામ પ્રશ્ર્નોને વાચા આપતા રહ્યા છે. અને વકિલોનાં હીત અને અધિકારોને સ્પર્શતા તમામ પ્રશ્ર્નોની અસરકારક રજૂઆત ક્રી હતી વર્ષ ૨૦૧૩માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કરાયેલ વેલફેર ટીકીટ ભાવ વધારાનો નિર્ણયનો રાજકોટથી એડવોકેટ જીજ્ઞેશ જોષીએ સખત વિરોધ કરેલ તેના પરિણામ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે પોતાનો લીધેલો નિર્ણય પરત ખેંચવાની ફરજ પડી હતી. વર્ષ ૨૦૧૪માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને ભૂતકાળમાં થયેલ વેલફેર ટીકીટનાં હિસાબોમાં થયેલા ઉચાપત પ્રકરણને ધ્યાને લઈ વેલફેર ટીકીટોમાં સીરીયલ નં. નાખવાની ભલામણ કરેલ જે ભલામણને ધ્યાને લઈ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે વેલફેર ટીકીટોમાં સીરીયલ નં. છાપવાની શરૂઆત કરેલી.
વકિલોને પેન્સન મળે, હૈયાતમાં વેલફેર ફંડનાં લાભો મળે તેમજ જૂનીયર તમામ એડવોકેટોને ૫ વર્ષ સુધી દર માસે રૂ.૫૦૦૦ સ્ટાયપેન્ડ મળે તે અંગેની રજુઆતો પણ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમા નિયત સમય અંતરે કરવામા આવેલી.
રાજકોટના વકીલોને કોર્ટમાં બેસવા માટે છાપરાની સગવડ તેમજ લાઈટ પંખાની સુવિધા પણ ડો. જીજ્ઞેશ જોષીના સતત પ્રયત્નોને આભારી છે.
ડો. જીજ્ઞેશ જોષી આ ચૂંટણી લડવાનો મુખ્ય ઉદેશ્યા બાર કાઉન્સી ઓફ ગુજરાતમાંથી સભ્યની રૂએ મળતા મીટીંગ ખર્ચ, ભાડા ભથ્થા, ટી.એ.ડી.એ.કઈપણ લીધા વગર વકિલ મિત્રોને હૈયાતીમાં વેલફેરફંડનાં લાભો મળે જૂનીયર વકિલોને સ્ટાઈપેન્ડ મળે વકિલ મિત્રો માટે પેન્શન સ્ક્રીમ લાગુ થાય મેડીકલેમની સગવડતાઓ મળી રહે વેલફેર રિન્યુઅલ લેઈટ ફી અને પેનેલ્ટીની જોગવાઈ રદ થાય તેમજ બાર કાઉન્સીલ દ્વારા કરવામાં આવતા તમામ બીન જરૂરી ખર્ચાઓ બંધ કરાવવાનું છે.