નર વરૂ ‘રક્ષક પિતા’ની ભૂમિકામાં: ચારેય બચ્ચા અને માતાની તબીયત ટનાટન
રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત પ્રદ્યુમન પાર્ક ઝુમાં પ્રથમ વખત માદા વરૂએ ચાર તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે. હાલ નર વરૂ રક્ષક પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે. ચારેય બચ્ચા અને માતાની તબીયત ટનાટન છે.
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે ભારતીય વરૂ નર-માદાની જોડી વન્ય૪પ્રાણી વિનિમય હેઠળ મૈસુર ઝૂ ખાતેથી તા.૧૦/૦૩/૨૦૧૭ના રોજ લાવવામાં આવી હતી. ઝૂ ખાતે ભારતીય વરૂ (નાર)માં માદા વરૂ રૂહી તથા નર વરૂ રાહીલના સંવનનથી માદા વરૂએ તંદુરસ્તદ ચાર બચ્ચાંઓને જન્મ આપેલ છે.
વરૂમાં ગર્ભધારણનો સમયગાળો જનરલી ૦૨ માસ (૬૧-૬૩ દિવસ) જેટલો હોય છે. ગર્ભધારણ સમય દરમિયાન જ માદા વરૂએ ઝૂ ખાતેના વિશાળ પાંજરાની અંદર જ બચ્ચાં ઓને જન્મ આ૫વા માટે ડેન (ગુફા) બનાવવાનું ચાલુ કરી હતી. ડેન બનાવવામાં નર વરૂ ૫ણ મદદ કરતો હતો. ડીલીવરીનો સમયગાળો નજીક આવતા માદા વરૂ ડેનની અંદર રહેવાનું ૫સંદ કરતી હતી જયારે નર વરૂ ડેનની આસપાસ રક્ષક તરીકે આંટાફેરા કરતો હતો. ડેનની અંદર રહેલ માદા વરૂને કોઇ ૫ણ જાતની ખલેલ ન ૫ડે તે માટે તેની પુરી તકેદારી નર દ્વારા રખાતી જોવા મળેલ. માદા વરૂ તથા બચ્ચાંવઓનું અવલોકન કરી શકાય તે માટે ડેનની સામેના ભાગમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલ છે.
૨૮મીના રોજ રાત્રી દરમિયાન માદા વરૂ સાથે ચાર બચ્ચાંમઓ ડેનની બહાર જોવા મળ્યા હતા. આથી બચ્ચાં્ઓનો જન્મ આશરે ૧૦-૧૨ દિવસ ૫હેલા ડેનની અંદર થયેલ હોવાનું અનુમાન છે. હાલ માદા વરૂ તથા ચારેય બચ્ચાંઓ તંદુરસ્ત૧ હાલતમાં ડેનની અંદર જ વસવાટ કરે છે જયારે નર વરૂ એક પિતા તરીકે રક્ષકની જેમ ડેનની બહાર આસપાસ સતત આંટાફેરા કરતો રહે છે. રાજકોટ ઝૂ ખાતે ભારતીય વરૂમાં બચ્ચાં નો જન્મન થયાની આ પ્રથમ ઘટના છે.
ભારતીય વરૂ વન્યસપ્રાણી સંરક્ષણ ધારા અંતર્ગત શેડયુલ-૧નું ખૂબજ મહત્વચનું પ્રાણી છે. ગુજરાતમાં વરૂ પ્રાણીની વસ્તીય ઘટતા નીલગાય (રોજડા) પ્રાણીઓની સંખ્યા- તથા તેનો ઉ૫દ્રવ વધ્યા હોવાનું મનાઇ છે. વરૂના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ, ગુજરાત રાજય દ્વારા ખૂબજ તકેદારીના ૫ગલા લેવામાં આવી રહ્યા છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૫ પ્રજાતીનાં કુલ-૪૨૧ પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવી રહ્યા છે.