ઈન્ડો પેસીફિક રિજનની સુરક્ષા, સબમરીન પ્રોજેકટ, મિલિસ્ટ્રી એકસચેન્જને વેગ અપાશે
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી રાજનીતિમાં બેલેન્સ બનાવી રાખવા અને ડ્રેગનના ભરડાથી બચવા માટે ભારત-જાપાન સૌપ્રથમ વખત સંયુકત સૈન્યની રચના કરશે. આક્રમક ચીન સામે રક્ષણ મેળવવા ભારતે કોમ્બેટ એકસરસાઈઝ, મિલિટ્રી એકસચેન્જ અને મેરીટાઈમ સિકયોરીટીને લઈ હાથ મિલાવ્યા છે. ભારત-જાપાન સંયુકત આર્મીની રચના કરી આતંકવાદને નાથવા કાર્યશીલ બનશે તો એન્ટી સબમરીન અને ખીણોના પ્રોજેકટ માટે પણ જાપાન મદદરૂપ થશે.
જાપાનના ડિફેન્સ મિનિસ્ટર અને ભારતીય સંરક્ષણ મંત્રી નિર્મલા સિથારામનની દિલ્હી ખાતેની મીટીંગમાં આ નિર્ણયો લેવાયા હતા. નિમર્લા સિથારામન આગામી વર્ષે જાપાનની મુલાકાત લેશે. બંને દેશો વચ્ચે એરફોર્સ અને સેનાના સંબંધો મજબુત કરવા અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
શસ્ત્રો અને હથિયારો સાથે ચીન ઈન્ડો પેસીફીક રિજનમાં ચાંપતી નજર રાખીને બેઠુ છે ત્યારે ભારત અને જાપાને આ પરિસ્થિતિ અંગેની પણ ચર્ચા કરી હતી અને કોરિયન પેનીન્શુલાના વિકાસ અંગે પણ ગંભીરતા દર્શાવી હતી.
વૈશ્વિક શાંતી અને સ્થિરતા માટે ઈન્ડો પેસીફીક રિજન મહત્વનો રોલ ભજવે છે ત્યારે ભારતીય નેવી પણ બંને દેશો વચ્ચે થયેલી ચર્ચાઓ અંગેની અમલવારીની વાંટ જોઈને બેઠુ છે. જાપાન ટેકનોલોજી અને હથિયારોમાં એડવાન્સ હોવાને કારણે આ કરારો ભારતને ફળશે તેવી આશા છે. આ ઉપરાંત ભારત અને જાપાન વચ્ચે માનવરહિત સાધનો અને રોબોટીકસ અંગેના કરારો થયા છે.
જાપાન પાસેથી ભારતને ઘણી અપેક્ષાઓ છે અને આ પૂર્વ પણ દેશ માટે જાપાનમાંથી એરક્રાફટો મંગાવવામાં આવી છે પરંતુ હજી ભારતે ફાઈનલ કરવાનું બાકી છે. આશરે રૂ.૧૦ હજાર કરોડની ડીલ કરવામાં આવી છે માટે ડ્રેગનના ભરડા સામે ભારત-ચીન એકબીજાના સહકારથી આધુનિક સાધનો અને સુવિધાઓ ધરાવતું સૈન્ય બનાવશે.