નીતિ આયોગે એકશન પ્લાન ઘડી કાઢયો: દેશમાં ૧૯૬ ડેમ ૧૦૦ વર્ષ જૂના છે!!!
પ્રથમ વખત સરકાર ૫૦૦૦થી વધુ ડેમોની સલામતી ચકાસશે. સરકારની કવાયતમાં તમામ રાજયોને આવરી લેવાશે. આ ૫૦૦૦ ડેમોની નીગરાનીમાં ડેમ એકસપર્ટ કેપ્ટન એસ રાજા રાવ જેઓ કર્ણાટક વોટર રીસોર્સ ડીપાર્ટમેન્ટના ચેરમેન છે. તેમને જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રોજેકટ ૩૪૦૦ કરોડનો છે અને આ સિવાય આમાં નીતિ આયોગનો પણ સિંહ ફાળો છે.
નીતિ આયોગની તાજેતરની બેઠકમાં દેશના ૫૨૪૭ મોટા અને મહત્વના ડેમો માટે ઈમરજન્સી એકશન પ્લાન ઘડી કાઢવા નિર્ણય લેવાયો હતો. આ ૫૨૪૭ ડેમો પૈકી ૧૯૬ ડેમો ૧૦૦ વર્ષ જુના છે. આ ૧૯૬ સદી જુના ડેમો પૈકી ૭૨ દક્ષિણ ભારતીય રાજયોમાં છે અને બાકીના તમામ ડેમો મહારાષ્ટ્રના છે. નીતિ આયોગે નેશનલ કમિટી ઓફ ડેમ સેફટી અને સેન્ટ્રલ વોટર કમિશન તેમજ કર્ણાટક વોટર રીસોર્સ ડીપાર્ટમેન્ટને સુચના આપી છે કે તમામ ૫૨૪૭ ડેમો માટે એકશન પ્લાન ઘડી કાઢવામાં આવે.
અગાઉ સંસદમાં ડેમ સેફટી બિલ બહુમતીથી સર્વાનુમતે પાસ કરવામાં આવ્યું છે. જેના પગલે નીતિ આયોગે પ્રથમ વખત ૫૦૦૦થી વધુ ડેમોની સલામતી ચકાસવાનો નિર્ણય લીધો છે. કર્ણાટકમાં તુંગભદ્રા ડેમ ૬૪ વર્ષ જુનો છે. કર્ણાટક વોટર વર્કસ ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ દેશના મોટા ગજાના ડેમોની જાળવણી જ‚રી બની છે. કેમ કે ૧૯૬ ડેમ એવા છે જેનું આયુષ્ય તો ૧૦૦ વર્ષ કરતા પણ વધુ છે.
ડેમોની સ્ટોરેજ કેપેસીટી, તેની સલામતી, રાઉન્ડ ધ કલોક સિકયુરીટી, ડેમના દરવાજા અને તેની ગ્રીલ (જાળી)ની મજબુતાઈ, ફેન્સિંગ, આસપાસના નિચાણવાળા વિસ્તારની વસ્તીનો આંકડો વિગેરે તમામ બાબતોનો રેકોર્ડ રાખવામાં આવશે.