દેશના અનેક રાજયોમાં આર્થિક તંગી: કેન્દ્ર સરકારે હાથ ઉંચા કર્યા હોવાનું જણાવતા અશોકભાઇ ડાંગર અને વસરામભાઇ સાગઠીયા
રાજકોટ શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર અને મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ એક યાદીમાં જણાવ્યા અનુસાર ભારત દેશની આઝાદીથી અત્યાર સુધીમાં કયારેય પણ આટલી ભયંકર સ્થીતી દેશના જી.ડી.પી. માં થઇ નથી. દેશમાં ૧૯૬૨નું યુઘ્ધ હોય કે ગમે તેવી મહામારી હોય તો પણ જી.ડી.પી. આટલો નેગેટીવ ગયો નથી. જયારે આજે ૨૩.૯ ટકા ના તળીયે હોવા અંગે તંત્ર દ્વારા કોરાના મહામારીનું કારણ આગળ ધરવામાં આવે છે.
ડાંગર અને સાગઠીયાએ ૧૯૪૭ થી ૨૦૨૦ સુધીના જી.ડી.પી. અંગેના આંકડાઓ રજુ કરી નાણામંત્રી આ બાબતે ખોટું બોલી રહ્યા હોવાનું જણાવ્યું છે.
કોરોના મહામારીના કારણે જી.ડી.પી. આંકડાઓમાં વધારો થાય તે સ્વાભાવિક હોય પરંતુ સરકાર તેની અણ આવડત છુપાવવા હવાતિયા મારતી હોવાનું જણાવી ૧૯૫૭ આજ સુધીના આંકડાઓ રજુ કર્યા. તેમાં ૧૯૫૭-૫૮ માં ૧.૨ ટકા હતો. જયારે ૧૯૬૫ માં યુઘ્ધની સ્થીતીમાં પણ જી.ડી.પી. ૨.૬ ટકા સુધી નીચે ઉતાર્યો હતો ત્યારે વડાપ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રી હોવાનું ઉમેર્યુ હતું.
૧૯૭૨-૭૩ માં ઇન્દિરાજી વડાપ્રધાન હતા ત્યારે ગરીબી હટાવોના નારા વચ્ચે પણ જી.ડી.પી. ૦.૦૬ સુધી ડાઉન થયો હતો. અને સુધારા સાથે ઉંચે લવાયો હતો. ૧૯૭૯-૮૦ માં દેશમાં વૈશ્ર્વિક મંદિની માર વચ્ચે પણ પ.૨ ટકાથી નીચે ગયો ન હતો.
તેઓએ આ બાબતે થોડો વધુ પ્રકાશ પાડતા લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દીરાજી, નરસિંહ રાવ, મનમોહન સિંહ, અટલજી વગેરે વડપ્રધાન પદના સમય ગાળામાં જી.ડી.પી. અંગેના આંકડાઓ રજુ કરી જણાવ્યું છે કે હાલમાં દેશની ઇકોનોમી ડામાડોળ થઇ હોવા ઉપરાંત હાલમાં શિક્ષણ એમ્પ્લોયમેન્ટ સેકટરની સ્થીતી પણ અત્યંત દયનીય હોવા અંગેની વિગત આપતા ખાનગી શાળાઓના શિક્ષકોના પગારમાં કપાત થતી હોવા ઉપરાંત વિઘાર્થીઓની મોંધી દાટ ફી તેમજ બેકારી, મોંધવારી વગેરેના કારણે લોકો આત્મહત્યા તરફ પ્રેરાયાનું પણ જણાવ્યું હતું.