કોંગ્રેસના મુળમાં જ બે ગુજરાતીઓનો સિંહ ફાળો: અત્યાર સુધી ગુજરાતને વિસરી ગયેલી કોંગ્રેસ હવે ફરી બેઠી થવા ગુજરાતનો સહારો લેશે: અધિવેશન માત્ર મીટીંગ પુરતુ સિમિત ન રહે અને નેતાઓ વ્યકિતવાદમાંથી ઉઠી પક્ષને વધુ પ્રાધાન્ય આપે તે જરૂરી
દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ હાલ પોતાનું અસ્તિત્વ ટકાથી રાખવા માટે મથી રહી છે. કોંગ્રેસ (આઇ) બન્યા બાદ 68 વર્ષના લાંબા અંતરાલ પછી ગુજરાતના આંગણે પ્રથમવાર આવતીકાલથી બે દિવસ સાબરમતિના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યુંછે. કોંગ્રેસની સ્થાપના માં જ બે ગુજરાતીઓએ લોહી રેડયા છે. કોંગ્રેસ (આઇ)ની સ્થાપના બાદ ગુજરાતને પક્ષ દ્વારા સાઇડ લાઇન કરી દેવામાં આવ્યું હતું. ગુજરાતીઓની તાકાત પારખવામાં કોંગી નેતાઓ નબળા પુરવાર થયા હતા. જેના કારણે હવે કોંગ્રેસ સામે અસ્તિત્વ બચાવવું મોટો પડકાર બની ગયો છે. ગુજરાતમાં આવતીકાલથી બે દિવસ માટે મળનારું કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન માત્ર બેઠક પુરતુ સિમિત ન રહે તે પણ જોવાનું રહેશે.
એક સમયે ભારતની રાજનીતીમાં કોંગ્રેસનો દબદબો હતો. ગાંધી પરિવાર આખા દેશ પર રાજ કરતું હતું. વ્યકિતવાદ અને પરિવારવાદના કારણે કોંગ્રેસ પોતાની મુળભૂત વિચારધારાની ધરી પરથી ભટકી ગયું પરિણામે આજે કોંગ્રેસ સામે રાજનીતિમાં કેવી રીતે ટકવી રહેલું તેનો મોટો સવાલ ઉભો થયો છે. 1962માં ઇન્દીરા ગાંધીની કોંગ્રેસ અર્તાથ કોંગ્રેસ (આઇ)નો સુર્યોદય થયો ત્યારથી આજ સુધી કોંગ્રેસ પર ગાંધી પરિવારની એવ મજબુત પકડ છે કે તેને કોઇ નબળી પાડી શકતું નથી. સંગઠન કે સરકારમાં મહત્વનું કોઇ સ્થાન હોય કે ન હોય કોંગ્રેસ પરિવારના સભ્યો કહે તેમ જ કોંગ્રેસની વિચારધારા ચાલે છે. ઇન્દીરા ગાંધીની કોંગ્રેસ અસ્તિત્વમાં આવ્યા બાદ હવે 64વર્ષના લાંબા અંતરાળ બાદ ગુજરાતના આંગણે કોગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી મંગળવારે અને બુધવારના રોજ મળશે.
એક સમયે ગુજરાતની અવગણના કરનાર કોંગ્રેસે હવે ગુજરાતથી જ પક્ષનું સંગઠન માળખાને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ગુજરાતીઓનીશકિતને પારખવામાં નબળા રહેલા કોંગ્રેસના નેતાઓ હવે પક્ષને મજબૂત બનાવવા માટે ગુજરાતના શરણે આવ્યા છે.
કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે રાષ્ઠ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભભાઇ પટેલની ભૂમિ ગુજરાતની પાવન ભૂમિ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઇ રહ્યું છે. કોઇપણ રાજકીય પાર્ટી માટે અધિવેશન ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. તેના આધારે પક્ષની આગામી રણનીતી અને મુળભૂત વિચારધારનો ખ્યાલ આવતો હોય છે ગુજરાતમાં મંગળવાર અને બુધવારે મળનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન બાદ જો સંગઠનને મજબૂત બનાવવા માટે કોઇ સચોટ રણનીતી ઘડી કાઢવામાં નહી આવે તો અધિવેશન માત્ર બે દિવસની મીટીંગ વિશેષ કશું જ નહી રહે તે નિશ્ર્ચીત છે.
આજથી 100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધીજી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને સરદાર સાહેબની 150મી જન્મજયંતીનું વર્ષ 2025 છે ત્યારે તારીખ 8 અને 9 એપ્રિલએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ યોજાશે. વર્ષ 1961 પછી એટલે કે 64 વર્ષ પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે જેનું પ્રથમ અધિવેશન વર્ષ 1885માં મળ્યું હતું. વર્ષ 1938માં ગુજરાતમાં યોજાયેલ હરીપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મુળિયા રોપવામાં આવ્યા હતા.
કાલે શાહીબાગના સરદાર સાહેબના ઐતિહાસિક ‘સરદાર સ્મારક’માં સવારે 11:30 કલાકે મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક યોજાનાર છે.
ગુજરાતમાં યોજાનાર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યઓ, ઉપસ્થીત રહેશે.86માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના વિશેષ આમંત્રિત સભ્યો પણ ભાગ લેશે.
વિવિધ 18 કમિટીની રચના કરાય
સાબરમતીના તટે યોજાનારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસન રાષ્ટ્રીય અધિવેશન ધ્યાને રાખીને 18 જેટલી વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસમાં હાલ ઉત્સવ જેવો માહોલ, ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ અધિવેશનની કામગીરીમાં ઉત્સાહભેર જોડાયા છે. ગુજરાત કોંગ્રેસ યજમાન તરીકે અધિવેશનનો કામગીરી સંભાળી રહી છે ત્યારે ઐતિહાસિક અધિવેશનમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે વિસ્તારપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ગાંધી- સરદાર સાહેબના રાજ્યમાંઆવનાર સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, નેતાઓ પદાધિકારીઓ આવકારવામાં આવશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ કમિટીઓમાં
વરિષ્ઠ નેતાઓ સહિત યુવાનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કોઓર્ડીનેશન કમિટી, મીડિયા કમિટી,પ્રોટોકોલ કમિટી, ફૂડ કમિટી, એકોમોડેશન કમિટી, સ્ટેજ કમિટી સહિતની કમિટીઓ જાહેર કરવામાં આવી છે.