પહેલી વાર સૈનામાં દેશી નસલમાં ડોગ સામેલ કરાશે. અત્યાર સુધી સેનામાં જર્મન શેફર્ડ, લેબ્રાડોર અને ગ્રેટ રિવસ માઉન્ટેન જેવી વિદેશી બ્રીડના ડોગ્સને જ ભરતી કરવામાં આવતી હતી. પરંતુ પહેલું વાર કર્નાટકમાં ‘મુઘોલ હાઉન્ડ’ નસલમાં કુતરાને સામેલ કરાશે. તેને રિમાઉન્ટ એન્ડ વેટરનરીમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ડોગ ડિસેમ્બરમાં સેનાની ટીમમાં સામેલ થશે. જમ્મુ કાશ્મીરમાં એમનું પ્રથમ પોસ્ટિંગ થશે.
મુઘોલ હાઉન્ડ જેનેટિક દેશી નસલ છે રીતે મજબૂત હોય છે, પરંતુ આ અન્ય દેશી ડોગ્સની સરખામણીએ વધુ વજનવાળા હોતા નથી પરંતુ લાંબા હોય છે. વજન ૨૮ કિલો સુધી અને લંબાઇ ૭૨ સેમી સુધી હોઇ શકે છે. મુઘોલ હાઉન્ડ સ્પીડથી દોડે છે અને ચુડી હોય છે. જલ્દી થાકતા નથી અને હુમલાં કરવામાં પણ ઝડપી હોય છે.