આઠ દિવસ પહેલાં દલિત સંગઠનોના ભારત બંધના જવાબમાં મંગળવારે આરક્ષણના વિરોધમાં ભારત બંધની અસર જોવા મળી છે. કોઈ મોટા સંગઠન દ્વારા આ બંધની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ સોશિયલ મીડિયા ઉપર 3 એપ્રિલથી તેનું અભિયાન ચાલી રહ્યું છે. આ બંધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ દરેક રાજ્યને પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવાનો આદેશ આપ્યો છે. સુરક્ષાના પગલે સરકારે પહેલેથી જ અમુક રાજ્યોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. પહેલીવાર માત્ર સોશિયલ મીડિયાના કોલના આધારે ભારત બંધની આશંકા ઊભી થઈ છે. 2 એપ્રિલે ભારત બંધમાં જે હિંસા થઈ તેમાં 17 લોકોના મોત થયા હતા. સૌથી વધારે 7 મોત મધ્ય પ્રદેશમાં થયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.