નરેશભાઈ પટેલે મીડિયા જગતનો આભાર માની ખોડલધામ ટ્રસ્ટના આગામી પ્રકલ્પોનો ચિતાર આપ્યો

સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડલધામ મંદિર ખાતે ગઈકાલે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિમિત્ત માત્ર બનીને પ્રથમ વખત સૌરાષ્ટ્રના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પરિવાર માટે ધ્વજારોહણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આહ્લાદક વરસાદી વાતાવરણમાં ભક્તિસભર માહોલ વચ્ચે સૌરાષ્ટ્રભરમાંથી મીડિયા જગતના ૩૫૦થી વધુ લોકોએ સહપરિવાર મા ખોડલના ધ્વજા પૂજનથી માંડી ધ્વજાજીના સામૈયા અને મા ખોડલને ધ્વજા આરોહણ કરવાનો અલભ્ય લ્હાવો લીધો હતો.

આ સુંદર પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને  લેઉવા પટેલ અતિથિ ભવનના ટ્રસ્ટીઓ મીડિયા કર્મીઓને આવકારવા હાજર રહ્યા હતા. ખોડલધામ મહિલા સમિતિના સભ્યો, ખોડલધામ મીડિયા સમિતિના સભ્યો, ખોડલધામના જિલ્લા ક્ધવીનરો સહિતના લોકો પણ પરિવારની માફક ઉપસ્થિત રહ્યા હતા.

vlcsnap 2019 09 23 13h01m06s457

ખોડલધામ ટ્રસ્ટના ચેમેન નરેશભાઈ પટેલે આ પ્રસંગે મીડિયાના મિત્રો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં કાગવડની ધરતી ઉપર મા ખોડલનું ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ જાહેર કર્યા બાદ ૨૦૧૭માં આ ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ કરી ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજી મંદિર રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું. ૧૦૦ એકરના આ વિશાળ સંકુલમાં આકર્ષક પ્લાન્ટેશન, શક્તિવન, સત્સંગ હોલ, ૧૬ ગજીબા, યજ્ઞશાળા, અન્નપૂર્ણાલય,ચા-ઘર, પ્રસાદઘર, મંદિર પરિસરમાં આર.સી.સી રોડ, એમ્ફી થિયેટર સહિતની જરૂરી વ્યવસ્થાઓ સાથે ખોડલધામ ટ્રસ્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે.જ્યારે બીજા તબક્કામાં ખોડલધામ ટ્રસ્ટના  નેજા હેઠળ અમરેલી પાસે વિશાળ શૈક્ષણિક સંકુલ બનાવવાનું આયોજન છે. વહેલામાં વહેલી તકે આ સંકુલનો શિલાન્યાસ કરવા અમારા પ્રયાસો છે. આ શૈક્ષણિક સંકુલમાં ક્યા પ્રકારનું શિક્ષણકાર્ય શરૂ કરવું તે અંગે ટ્રસ્ટની કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે તેમ નરેશભાઈ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું. આ ઉપરાંત ત્રીજા તબક્કામાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી માટે માર્ગદર્શન અને મદદ મળી રહે તે માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કૃષિ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવાનું આયોજન છે તેમ શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું.

ધ્વજારોહણ સમારંભમાં પધારેલા મીડિયા પરિવારનો આભાર માનતા નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામની સ્થાપનાનો વિચાર આવ્યો ત્યારથી લઈને આજદિન સુધી તમામ મીડિયાના મિત્રોએ ખોડલધામને ખૂબ જ સાથ-સહકાર અને પ્રેમ આપ્યો છે અને આજના આ દિવ્ય ધ્વજારોહણ સમારંભમાં અમારા આમંત્રણને માન આપીને બહોળી સંખ્યા મીડિયાના મિત્રો પરિવાર સાથે હાજર રહ્યા છો ત્યારે સૌને હું આવકારી સૌનો આભાર માનું છું.

આ પૂર્વે ૨૨ સપ્ટેમ્બરને રવિવારે સવારે મીડિયા પરિવાર દ્વારા ધ્વજારોહણના કાર્યક્રમમાં સવારે ૯-૩૦ કલાકે સત્સંગ હોલમાં ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધ્વજાજીને એમ્ફી થિયેટર ખાતે દર્શનાર્થે રાખી ત્યાંથી ધ્વજાજીના સામૈયા કરવામાં આવ્યા હતા. સત્સંગ હોલથી મંદિર સુધીના ધ્વજાજીના સામૈયામાં રંગબેરંગી સાફામાં સજ્જ થઈને મીડિયાના મિત્રો પરિવાર સાથે જોડાયા હતા. બેન્ડની સુરાવલીઓના સંગાથે મીડિયા પરિવારે મા ખોડલના સાનિધ્યમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને ત્યારબાદ મા ખોડલના દર્શન કરીને ૧૧-૩૦ કલાકે મંદિરના પવિત્ર શિખર પર મીડિયા પરિવારે બાવન ગજની ધ્વજા ચઢાવી મા ખોડલનો જયજયકાર કરી ધન્યતા અનુભવી હતી.

ધ્વજારોહણ પૂર્ણ થયા બાદ સમગ્ર મીડિયા પરિવારે મંદિર પરિસરના યજ્ઞશાળા, ગજીબા, પ્રસાદઘર, વહીવટી ઓફિસ, શક્તિવન વગેરેની મુલાકાત લીધી હતી અને મંદિરનો વહીવટ તથા સમગ્ર મંદિર પરિસરની સ્વચ્છતા, પ્લાન્ટેશન નિહાળી સૌ અભિભૂત થઈ ગયા હતા.

બપોરે ૧૨-૩૦ કલાકે મીડિયા પરિવારના સભ્યો અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ લઈ વિખૂટા પડ્યા હતા અને મા ખોડલના ધ્વજારોહણનો અલભ્ય લ્હાવો આપવા બદલ ખોડલધામ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.યાત્રાધામ વિરપુરની બાજુમા જ કાગવડ ગામે આવેલ ખોડલધામ મંદિરમાં નિયમિત દિવસોમાં રોજ સરેરાશ ૨૫ હજાર અને રજાના દિવસોમાં ૫૦ હજાર જેટલા ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવે છે. જ્યારે તહેવારના દિવસો દરમિયાન અહીં લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.

‘અબતક’ ચેનલના સિનિયર કેમેરામેન પ્રવિણ પરમારે કરી ધ્વજાજીની પૂજાવિધિ

vlcsnap 2019 09 23 12h58m32s620

મીડીયા પરિવારે ગઈકાલે ર્માં ખોડલને ભકિતભાવ પૂર્વક ધ્વજારોહણ કર્યું હતુ. આ પહેલા મીડીયાના મિત્રોએ ધ્વજાજીની વિધિપૂર્વક પૂજા કરી હતી. જેમાં ‘અબતક’ ચેનલના સીનીયર કેમેરામેન પ્રવિણભાઈ પરમાર પર તેમના પરિવાર સાથે જોડાયા હતા અને પૂજાવિધિ કરી હતી.

‘અબતક’ના ઉપલેટાના પ્રેસ રિપોર્ટર ભરતભાઈ રાણપરીયા અને કિરીટભાઈ રાણપરીયાએ ર્માં ખોડલની ધ્વજાને મો લીધી

IMG 20190923 WA0062 IMG 20190923 WA0061

ગઈકાલે ખોડલધામ મંદિર-કાગવડ ખાતે મીડિયા જગત અને તેના પરિવારજનો દ્વારા ધ્વજારોહણનો અવિસ્મરણીય કાર્યક્રમ યોજાયો હતો. ર્માં ખોડલને સૌરાષ્ટ્રના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારોએ ધ્વજા ચડાવી ઐતિહાસિક ક્ષણ રચી હતી. ત્યારે ‘અબતક’ દૈનિકના ઉપલેટાના પ્રતિનિધિ ભરતભાઈ રાણપરીયા અને કિરીટભાઈ રાણપરીયાએ ધ્વજા મો લઈ ર્માં ખોડલને ર્પ્રાના સો આરાધના કરી હતી અને ધન્યતા અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.