- શાળાના કામના દિવસો ઉપરાંત વર્ષના તમામ રવિવારે શાળા રાબેતા મુજબ ચાલુ રાખીને છાત્રોને લક્ષ્યાંક હાંસલ કરાવશે: શાળાનો તમામ સ્ટાફ સહયોગ આપશે
- વિષયના એકમ દ્વઢિકરણ માટે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીને શાળા પરિણામ 100 ટકા લાવવાનો લક્ષ્યાંક
ધો.10-12ના છાત્રોને સ્પેશિયલ કોચિંગ આપીને સબળા બનાવવા અને શાળાય પરિણામ 100 ટકા લાવાના લક્ષ્યાંક સાથે શહેરની લાલબહાદૂર શાસ્ત્રી ક્ધયા વિદ્યાલય દ્વારા વર્ષના તમામ રવિવારે શાળા રાબેતા મુજબ ચાલુ રાખીને સમગ્ર રાજયમાં શિક્ષણક્ષેત્રે શિક્ષક કર્મનિષ્ઠાનું અનેરૂ ઉદાહરણ પૂરૂ પાડેલ છે. અબતકની મુલાકાતે આવેલ શાળા ડેલીગેશનમાં શાળાના આચાર્ય ભરતસિંહ પરમાર, ઉર્વશીબેન ઉપાધ્યાય, શાબિરાબેન બેલીમ, જસવંતીબેન પાનવાણી, રિમ્પલબેન રૈયાણી, પદમાબેન પટેલ ભરતભાઈ કગથરા, નરેન્દ્રભાઈ ઘરસંડિયા, દિનેશભાઈ બોરીચા, વિપુલભાઈ છલાવીયાએ અબતક સાથેની વાતચીતમાં સમગ્ર શિક્ષણ લેવા યજ્ઞ અને સમયદાન પ્રોજેકટ અંગેની માહિતી આપીહતી.
શ્રી લાલબહાદૂર શાસ્ત્રી ક્ધયાવિદ્યાલયની 1970માં સ્થાપના કરવામા આવેલ સમાજના ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓને શિક્ષણ મળી રહે તેવા શુભ આશયથી પૂ.લાભુભાઈ ત્રિવેદી ગૂરૂ દ્વારા ક્ધયાશાળા શરૂ કરવામાં આવેલ શિક્ષણ માત્ર સેવાયજ્ઞ હોય તેવા વિચારને છેલ્લા બાવન વર્ષથી આ શાળા આજ દિન સુધી ક્ધયા કેળવણી માટે રાજકોટની શ્રેષ્ઠ ક્ધયા શાળા બની રહેલ છે.
શાળામાં ધો.9 થી 12 સામાન્ય પ્રવાહ આર્ટસ કોમર્સમાં 500 વિદ્યાર્થીની બહેનો અભ્યાસ કરે છે. વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે કોચીંગ મળી રહેતેવા આશયથી આગામી શૈક્ષણીક વર્ષ 2022-23થી શાળાના ધો.10 અને ધો.12ની વિદ્યાર્થીની બેનો માટે રવિવારે શૈક્ષણીક કાર્ય શાળાના શિક્ષકભાઈઓ તથા બહેનો વિનામૂલ્યે આપી ગુરૂના સેવાયજ્ઞને સમયમાં શિક્ષણ એજ રાષ્ટ્રસેવાને ચરિતાર્થ કરતું કાર્ય આરંભ થશે. શિક્ષણ આજે વ્યાપાર બની બેઠેલ હોય ત્યારે મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષી તેમજ ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદીના શિક્ષણના સેવા યજ્ઞમા એક નાની એવી ભેટ અમારી શાળાના શિક્ષક ભાઈઓ બહેનોએ નિર્ધાર કરેલ છે. સાથે સાથે તમામ વિદ્યાર્થીની બહેનો માટે વીકલી ટેસ્ટ, મન્થલી ટેસ્ટ, ઓડીયો વીડીયો રીવીઝન તેમજ શૈક્ષણીક સારા અભિગમ સાથે શાળાની વિદ્યાર્થીની બહેનો માટે વિનામૂલ્યે સ્પોકન ઈગ્લીશ કલાસ, ડ્રોઈંગ કલાસ,સંગીત કલાસ, કોમ્પીટીશન એકઝામ માટેનું યોગ્ય માર્ગદર્શન કે જેમાં શાળાની 9000 પુસ્તકોની સમૃધ્ધ લાયબેરીનોલાભ આપવામાં આવે છે.
આ વર્ષે 34 વિદ્યાર્થીની બહેનો કાઉટ એન્ડ ગાઈડમાં રાજયપાલ એવોર્ડ પરીક્ષામાં ઉતીર્ણ થઈ મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરશે.