દર વર્ષે આ મેળામાં પાંચ લાખ ભાવિકો સોમનાથ દાદાને શીશ ઝુકાવે છે અને મેળાનો આનંદ માણે છે

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીનો લોક મેળો યોજાઈ છે.

જેમા લાખો લોકો સોમનાથ દાદાને શીશ ઝુકાવે છે. અને મેળાની મજા માણે છે પરંતુ આ વર્ષે ગુજરાત ઉપર નમહાથ નામનું વાવાઝોડુ આપત બન્યુ છે. જેથી આ વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ થયો છે.

બાર જયોતિર્લિંગમાંથી એક જયોતિર્લિંગ વિશ્ર્વવિખ્યાત સોમનાથ મહાદેવનું મંદિર છે. અહી છેલ્લા ઘણા વર્ષોથી કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાઈ છે.

આ લોક મેળાનો પ્રારંભ આગામી તા.૮.૧૧ના રોજ થવાનો હતો. પરંતુ ગુજરાત પર આફત બનીને આવેલું નમહાથ નામનું વાવાઝોડું સંકટરૂપ સાબિત થતા સોમનાથ ટ્રસ્ટે આ મેળો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ઈ.સ. ૧૯૫૫માં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ મોરારજી દેસાઈએ મેળાનો પ્રારંભ કરાવેલ ત્યારથી જ દર વર્ષે આ મેળાનું ભવ્યાતિભવ્ય આયોજન થતું અને લાખો શ્રધ્ધાળુઓ અહી સોમનાથ દાદાને શીશ ઝુકાવવા અને મેળાની રંગત માણવા ઉમટી પડતા ત્યારે આ વર્ષે મહા વાવાઝોડાને પગલે ઈતિહાસમાં પ્રથમ વખત આ મેળો બંધ રાખવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટે લીધો છે. પહેલા આ મેળો ત્રણ દિવસ માટે યોજાતો પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી આ મેળો પાંચ દિવસ યોજવામાં આવી રહ્યો છે.

કાર્તિકી પૂર્રિમા સાથે એક લોકવાયકા પણ જોડાયેલી છે. જેમાં ભગવાન શિવે ત્રિપુરા નામના અસૂરનો આતંક વધતા આ દિવસે બંધ કર્યો હતો તે રીતે સોમનાથ મહાદેવ મંદિર આ મહિમા પણ જોડાયેલો છે. કાર્તિકી પૂર્ણિમાએ રાત્રે ૧૨ વાગ્યે મહાદેવની આરતી થાય છે. અને ચંદ્રનું સંપૂર્ણ તેજ મંદિરના શીખર ઉપર પડે તે નજારો જોવા મોટી સંખ્યામાં શિવભકતો ઉમટી પડે છે. ઈતિહાસમાં આ વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ થયાની પ્રથમ ઘટના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.