આ વર્ષ નવરાત્રીના દશ અલગ અલગ નાટકો રજુ કરશે શ્રી મહાકાલી નવરાત્રી નાટક મંડળ
અબોલ જીવ એવા ભોળા પંખીડાઓની ચણ એકઠી કરવા માટે અમરેલી જિલ્લાના કલાપી નગર એટલે કે લાઠી ગામમાં પરંપરાગત નવરાત્રી ઉત્સવના ગરબાની સાોસા આશરે દોઢ સૈકાી શ્રી મહાકાળી નવરાત્રી નાટક મંડળ દવારા નવરાત્રી દરમ્યાન રોજ ધાર્મિક, સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે.
પંખી પ્રેમની સંવેદનાી તરબતર એવા મહાન રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કે કવિ કલાપીનાં ધામ એવા લાઠી ગામમાં છેલ્લા ૧૫૨ વર્ષથી આ અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા આ અદભૂત નાટયોત્સવમાં આ વરસે તા. ૧૦/૧૦/૨૦૧૮ થી તા. ૧૯/૧૦/૨૦૧૮ દરમ્યાન ૧૦ નાટકો રજુ નાર છે.
આજી લગભગ ૧૫૨ વર્ષો પૂર્વે લાઠી ગામનાં મહાન સંતશ્રી વસંતદાસજી બાપુએ સપેલા શ્રી મહાકાળી નવરાત્રી નાટક મંડળ દ્વારા આજે પણ આપણી સામાજિક-ધાર્મિક પરંપરા, ભવ્ય ઈતિહાસ, સંસ્કૃતિ અને સમાજ જીવનનું આબેહુબ પ્રતિબિંબ ઝીલતા વૈવિધ્યસભર નાટ્ય પ્રયોગો કી કલાપીની પક્ષી જગત પ્રત્યેની સંવેદના અને લાગણીને વાચા આપવામાં આવી રહી છે. નાટકો દરમ્યાન રજુ તી નિર્દોષ અને પારિવારિક એવી કોમેડી નાટિકાઓ લોકોમાં ખુબ જ ચાહના ધરાવે છે.
કાઠીયાવાડી સંસ્કૃતિ-પરંપરાને જાળવી રાખવા શ્રી મહાકાળી નવરાત્રી મંડળનાં આશરે ૬૦ થી ૭૦ સભ્યો ધરાવતા આ મંડળે લગલગાટ ૧૫૨ વર્ષોથી ચાલી આવતી આ ઐતિહાસિક પરંપરાને આ વર્ષે પણ આગળ ધપાવી રહયા છે. અલબત જમાનો બદલાતો રહે છે.
નવા પરિવર્તનો આવતા રહે છે. છેલ્લા થોડા વર્ષોથી ખાસ કરીને ટી.વી. ચેનલોનાં મનોરંજનના આક્રમણને પગલે લોકોની રૂચી બદલાતી રહી છે. આમ છતાં પણ લાઠીના નાટયોત્સવની લોકચાહના જબરદસ્ત રહી શકી છે જેને ધ્યાનમાં રાખી લગભગ દર વર્ષે જુના નાટકોનાં સને નવા નવા નાટકો ઉમેરવામાં આવતા રહયા છે. જોકે લાઠી ગામના આ નવરાત્રી નાટક મહોત્સવના મૂળભૂત સેવાકીય હેતુઓ સો ક્યારેય કશી જ બાંધછોડ થઇ નથી’.
આ તકે એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, લાઠીનાં પૂ. સંતશ્રી વસંદા બાપુની સમાધી ગરબી ચોક પાસે જ છે ને ત્યાં શ્રી રામજી મંદિર પણ છે, સંતશ્રી વસંદાબાપુ કેવું દૈવી જીવન જીવી ગયા તેનો ભવ્ય ભૂતકાળ પણ જાણવા જેવો છે. શ્રી મહાકાળી નવરાત્રી નાટક મંડળ સમક્ષ કલિયુગનાં કેટલાક લક્ષણો પડકાર બનીને વખતો વખત ખાડા તા રહયા પરંતુ અભૂતપૂર્વ એકતાનાં દર્શન કરાવી મંડળના યુવા સભ્યોએ જોરદાર સહિષ્ણુતાની પ્રતીતિ કરાવી આદર મેળવ્યો છે.
મંડળની એકતાને ટકાવી રાખવામાં વડીલ સભ્યોનું યોગદાન દાદ માંગી લે તેવું છે. એવી જ રીતે નાટકો વધુ ચોટદાર રીતે રજુ થાય અને લોકોનાં હૃદયને સ્પર્શી જાય તેવી રીતે તેનું મંચન કરવામાં તેમનું સતત માર્ગદર્શન પણ મળતું રહ્યું છે. જે બદલ તમામ યુવાસભ્યો વડીલોનો આદર સાથે ઋણ સ્વીકાર કરે છે.
આ મંડળ ભાઈચારો અને એકતાનું સુંદર પ્રતિક બની ચૂક્યું છે. અખબારો અને ટીવી ચેનલોનાં માધ્યમી આ નાટ્ય ઉત્સવની સુવાસ વ્યાપક સ્તરે પ્રસરી ચુકી છે. આમ જનતાનો સહયોગ પણ એટલો જ મહત્વપૂર્ણ રહ્યો છે. દર્શકો માટેની બેઠક વ્યવસમાં મહિલા વર્ગ માટે અલાયદી જગ્યા ફાળવવા આવે છે
આ વર્ષે રજુ નારા નાટકો.
તારીખ | નાટક |
૧૦/૧૦/૨૦૧૮ | જય ચિત્તોડ |
૧૧/૧૦/૨૦૧૮ | રણુજાનાં રાજા રામદેવપીર |
૧૨/૧૦/૨૦૧૮ | જેસલ તોરલ |
૧૩/૧૦/૨૦૧૮ | અમર દેવીદાસ |
૧૪/૧૦/૨૦૧૮ | વીર વછરાજ |
૧૫/૧૦/૨૦૧૮ | શેણી વિજાણંદ |
૧૬/૧૦/૨૦૧૮ | સોમનાની સખાતે |
૧૭/૧૦/૨૦૧૮ | પૃથ્વીરાજ ચૌહાણ |
૧૮/૧૦/૨૦૧૮ | રાજા ભરથરી |
૧૯/૧૦/૨૦૧૮ | ઘર ઘૂંઘટ ને ઘરચોળું |