- શિવકથાની પૂર્ણાહુતિ વેળાએ સેવાના ભેખધારી-દુ:ખીયાના બેલી
- સમાજ અને ધર્મ માટે અનેરૂ યોગદાન આપનાર 1008 મહામંડલેશ્ર્વર પૂ.ભાવેશબાપુના અનુયાયીઓમાં હરખની હેલી
પાટડીધામ સ્થિત ઉદાસી આશ્રમના મહંત પૂ.ભાવેશ બાપુને ઉદાસી પંથમાં પ્રથમવાર 1008 મહામંડલેશ્વરની ઉપાધિ એનાયત કરવામાં આવી છે, મહામંડલેશ્વરની ઉપાધિ એ કોઈ પણ સંતને મળનારું સર્વોચ્ચ સન્માન છે, પૂ.ભાવેશ બાપુએ પાટડી ધામમાં અનેક ધાર્મિક અને સામાજિક કાર્યો કર્યા છે. મહામંડલેશ્વરની ઉપાધિ એ સંતોમાં સર્વોચ્ચ સન્માન છે.આ ઉપાધિ એવા સંતોને આપવામાં આવે છે, જેઓ આધ્યાત્મિક જ્ઞાન અને તપસ્યામાં ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. ભાવેશ બાપુને મહામંડલેશ્વરની ઉપાધિ એનાયત થવાથી પાટડી ધામના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી.ભક્તોએ ભાવેશ બાપુને શુભેચ્છાઓ પાઠવી હતી.ભાવેશ બાપુને મહામંડલેશ્વરની ઉપાધિ મળવી એ પાટડી ધામ માટે ગૌરવની વાત છે.1008 મહામંડલેશ્વર એ ભારતીય ધર્મ અને આધ્યાત્મિક પરંપરામાં એક મહત્વપૂર્ણ પદ છે. આ પદ એવા સંતો અને આધ્યાત્મિક ગુરુઓને આપવામાં આવે છે, જેઓ આધ્યાત્મિક જ્ઞાન અને તપસ્યામાં ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. મહામંડલેશ્વર શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. “મહા” એટલે મહાન, “મંડલ” એટલે સમુદાય અથવા સંસ્થા, અને “ઈશ્વર” એટલે ભગવાન. આમ, મહામંડલેશ્વર એટલે મહાન સંસ્થા અથવા સમુદાયના ભગવાન સમાન. મહામંડલેશ્વરને આધ્યાત્મિક ગુરુઓ અને સંતોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. તેઓ આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પ્રદાન કરે છે અને શિષ્યોને મોક્ષના માર્ગ પર દોરે છે.મહામંડલેશ્વર ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહામંડલેશ્વર બનવા માટે ઘણી કઠિન તપસ્યા અને આધ્યાત્મિક સાધના કરવી પડે છે.પાટડીના મહાન ભાવેશ બાપુને મહામલેશ્વરની ઉપાધિ, એક સન્માન અને આદર છે,આ ઉપાધિનું મહત્વ એ છે કે તે ભાવેશ બાપુના યોગદાનને માન્યતા આપે છે અને તેમને સમાજમાં એક વિશેષ સ્થાન આપે છે. ઉપાધિ તેમને વધુ લોકોને પ્રેરણા આપવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રોત્સાહિત કરે છે.સામાન્ય રીતે, આ પદ અખાડાઓ દ્વારા આપવામાં આવે છે, જે સંતો અને સાધુઓની સંસ્થાઓ છે.મહામંડલેશ્વર બનવા માટે, વ્યક્તિએ આધ્યાત્મિક જ્ઞાન અને તપસ્યામાં ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરવું પડે છે તેઓએ સમાજ અને ધર્મ માટે નોંધપાત્ર યોગદાન આપવું પડે છે.મહામંડલેશ્વર એ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં એક મહત્વપૂર્ણ પદ છે. તેઓ સમાજ અને ધર્મને માર્ગદર્શન આપે છે અને લોકોને આધ્યાત્મિક માર્ગ પર દોરે છે.ભાવેશ બાપુને મહામંડલેશ્વરની ઉપાધિ મળતા, તેમના અનુયાયીઓ અને ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે. ભાવેશ બાપુના ભક્તો અને અનુયાયીઓ તેમના ગુરુને આ સન્માન મળવાથી ખૂબ જ આનંદિત છે,આ ઉપાધિને એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવે છે, અને લોકો તેને ઉત્સાહથી ઉજવી રહ્યા છે,મહામંડલેશ્વરની ઉપાધિ આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. ભાવેશ બાપુના જ્ઞાન, તપસ્યા અને સમાજ માટેના તેમના યોગદાનને સન્માનિત કરે છે, ભાવેશ બાપુને મળેલી આ ઉપાધિ અન્ય લોકોને પણ આધ્યાત્મિક માર્ગ પર ચાલવા અને સમાજ માટે સારું કામ કરવા માટે પ્રેરણા આપે છે. અનુયાયીઓ માટે તેમના ગુરુના માર્ગદર્શનમાં વધુ વિશ્વાસ રાખવા અને તેમના ઉપદેશોનું પાલન કરવા માટે પ્રેરણારૂપ છે.આ ઉપરાંત ભાવેશ બાપુ ના ભક્તો વિવિધ પ્રકાર ના સમાજ સેવા ના કાર્યો પણ કરી રહ્યા છે.આ ઉપાધિ પુ. ભાવેશ બાપુ અને તેમના અનુયાયીઓ માટે એક મહત્વપૂર્ણ ઘટના છે, અને તે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણારૂપ બની રહી છે.
પાટડીમાં કૈલાશધામ જેવી પાવનકારી અનુભૂતિ: શિવનો સાક્ષાત્કાર
- ઉદાસી આશ્રમ ખાતે પૂ.જગાબાપાના આશિર્વાદ થકી પૂ.ભાવેશબાપુ અને લઘુમહંત પૂ.વૈભવબાપુના શાસન હેઠળ શિવકથાની પુર્ણાહુતિ
પાટડીમાં જગદીશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં દિવ્ય અને ભવ્ય શિવકથ ના અંતિમ દિવસ તેમજ પૂ.જગાબાપા ની 12 મી પુણ્યતિથિ નિમિત્તે ઉદાસી આશ્રમમાં અન્નક્ષેત્ર સેવા,ગૌ સેવા, ધાર્મિક પર્વોની ઉજવણી તેમજ અમાસ નિમિતે કષ્ટ નિવારણ વૈદિક યજ્ઞ, આપાતકાલ અનિવાર્ય સેવાની સરવાણી વહાવવામાં આવી હતી. પાટડીધામમાં જગદીશ્ર્વર મહાદેવને શ્રીનાથજી દિવ્ય અને ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો ,જે દરેક શિવભક્તોના મનને મોહી લે છે, શ્રીનાથજીનો શૃંગાર ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે.વિવિધ રંગીન વસ્ત્રો અને આભૂષણો સાથે ફૂલો અને અન્ય સુશોભન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય શિવકથાકાર પૂ.ગીરીબાપુ એ સંગીતની શૈલી સાથે શિવભક્તોને જણાવ્યું હતું કે, કષ્ટભંજન દેવને હંમેશા સાથે રાખવા જોઈએ તેમજ ચાલીસાના પાઠ કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે, જેમાં મુખ્યત્વે માનસિક શાંતિ, શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસનો સમાવેશ થાય છે. ભય, ચિંતા અને નકારાત્મક વિચારો દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થાય છે
શિવ અને સતીના વિવાહ ધૂમધામથી થાય છે ,મંગલ ગીતો તેમજ ઢોલ નગારાના તાલે મંગલ ફેરા લેવાય છે દક્ષ પ્રજાપતિ ક્ધયાદાન આપે છે, વિષ્ણુ અને લક્ષ્મીજી કૈલાસના દ્વારે શિવ -પાર્વતીના વધામણા કરે છે, કૈલાશ પર્વતની એટલે સુખની તેમજ વૈભવ આપનારુ સ્થાન માનવામાં આવે છે માટે જ ક્યારેય સ્મશાન ઘાટ પર કૈલાશધામ લખવું ના જોઈએ , કૈલાશ એ તો શિવજીનું ધામ છે. તેની દિવ્યતા અપરંપાર છે. સુતા, જાગતા ,હસતા, ખેલતા શિવનો જાપ કરવો જોઈએ, શિવના દરબારમાં ન્યાય છે અન્યાય નથી.
યુગો -.યુગો સુધી શિવજીની કથા કરીએ તો પણ પૂર્ણ થાય તેમ નથી પરંતુ શિવકથાની પૂર્ણાહુતિ એ સમાપન અને આશીર્વાદનો સમય છે. કથાના અંતને ચિહ્નિત કરે છે અને શ્રોતાઓને ભગવાન શિવના આશીર્વાદ અને કૃપાથી ધન્ય બનાવે છે.જગા બાપાની 12 મી પુણ્યતિથિ નિમિત્તે સવાયું ધર્મકાર્ય કરવામાં પૂ.ભાવેશ બાપુ ને પૂ.વૈભવ બાપુનો અનન્ય ઉત્સાહ લાગણી પ્રેમ રહેલો છે તેથી આ ધર્મકાર્ય પરિપૂર્ણ બન્યું છે, મુખ્ય મહેમાન તરીકે રાજવી પરિવારના ગોપાલભાઈ રાજેન્દ્રસિંહ દેસાઈ, કનૈયાલાલ, સાગરભાઇ ,નાયબ મામલતદાર જયશ્રીબેન, આકાશ પંચાલ, ભાવેશ પુજારા , આરએસએસના સિધ્ધરાજસિંહ,હિતેશસોની, ભરત ગજ્જર, ઋષભ આહીર,દુદાભાઈ રબારી, પિ.કે વર્મા દીપકભાઈ, વાલાભાઈ ,ભુપતભાઈ, પરાક્રમસિંહ ઝાલા, નિર્મલ સિંહ ઝાલા, કારોબારી અધ્યક્ષ ગીતાબેન, રાજભા, સાગરભાઇ ખટાણા, ડો.નિતીન ,ડો.નેહલબેન ,બોટાદ જિલ્લા પ્રભારી વિપુલ મહેરાણી, સોનલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવીદાન ગઢવી મયુરભાઈ રાવલ, જગદીશભાઈ રાવલ ભરતભાઈ, ચતુરભાઈ ઇલાબા તેમજ સહિતનાઓએ શિવકથાની મહાઆરતી નો લાભ લીધો હતો, આ ઉપરાંત શિવકથા ને સફળ બનાવવા માટે મીનાબેને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે,તેમજ અબતકના મેનેજિંગ તંત્રી જેને પૂ. જગાબાપાએ “શેઠ”નું ઉપનામ આપ્યું હતું એવા સતીશકુમાર મહેતાના સફળ પ્રયત્ન થકી તેમજ પૂ. જગાબાપા પૂ. ભાવેશ બાપુ પૂ વૈભવ બાપુના પૂ મયુર બાપુ ના આશીર્વાદ થકી ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ નો સાધુ -સંતો તેમજ ભાવિકોએ લાભ લીધો હતો.\
પૂ.જગાબાપાની મનોકામના આજે પરિપૂર્ણ કરી શક્યો: પૂ.ભાવેશબાપુ
પાટડીધામમાં સુંદર શિવાલય બને તેવી પૂ. જગાબાપાની ઈચ્છા હતી, તેમજ આ પાવન ભૂમિ માં ગીરીબાપુ ની કથા શ્રવણ લાભ મળવોએ જ મોટી વાત છે ,આ ઉપરાંત મને એ વાતનો આનંદ છે કે પૂ. જગા બાપાની ઈચ્છા આજે પરિપૂર્ણ કરી શક્યો. તેમજ રણ વિસ્તારમાં જ્યાં ગરમ હવા તેમજ તાપમાન ઊંચુ હોવા છતાં પણ શિવના પ્રતીક્ સમા પૂ. ગીરીબાપુ આવીને ભૂમિને પાવન કરી છે અને સૌને શિવ કથા શ્રવણનો પુણ્ય આપ્યું છે,ગુરુ ભક્તિ જ્ઞાન, માર્ગદર્શન અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ બતાવે છે.ગુરુની કૃપાથી શિષ્યને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એ તો ખરું છે પરંતુ ગુરુ ભક્તિ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે જીવનને વધુ સારું બનાવવાનો એક માર્ગ છે. પૂ.જગાબાપા ના આશીર્વાદ થકી તેમજ શિવકથા સફળ બનાવનારા સ્વયંસેવકનો હું આભારી છું.
મારા માટે શિવ કહો કે મહાવીર સર્વસ્વ પૂ.જગાબાપા જ છે: સતીષકુમાર મહેતા
અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતાએ જણાવ્યું હતું કે, મને બાર વર્ષ પહેલાના દિવસો યાદ આવે છે ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ પૂ. જગા બાપાની ઉપસ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે, આજે પૂ જગા બાપા ની 12 મી પુણ્યતિથિ નિમિત્તે જે સત્કાર્ય થયું છે તે શિવકથાની તમામ વ્યવસ્થા પૂ. જગા બાપાના આશીર્વાદ થયું છે હું તો માત્ર નિમિત બન્યો છું, તેમની કૃપાથી કથાનું આયોજન ખૂબ જ સફળ રહ્યું. મારા માટે શિવ કહો કે મહાવીર કહો તમામ પૂ. જગા બાપા છે. હું તો માત્ર આ સત કાર્યનો નિમિત બન્યો છું.