નારી તું સબ પે ભારી: અંબાલા એર બેઝથી ઉડાડશે યુધ્ધ વિમાન
નારી તુ સબ પે ભારી… ભારતમાં પ્રથમ વખત યુધ્ધ વિમાન ભીગ-૨૧ મહિલા પાયલટ ઉડાડશે જી હા, સિવિલ એવિયેશન સેકટરમાં તો મહિલા પાયલોટ ઘણા વર્ષોથી વિમાન ઉડાડે છે. પરંતુ ઈન્ડીયન આર્મીમાં વેરી ફર્સ્ટ ટાઈમ મહિલા પાયલોટ યુધ્ધ વિમાન ઉડાડશે.
મિત્ર-૨૧ યુધ્ધ વિમાન વન સીટર છે મતલબ કે તેમાં એક જ પાયલોટ બેસી શકે.રેગ્યુલર પેસેન્જર વિમાન અને યુધ્ધ વિમાન ઉડાડવામાં હાથી ઘોડાનો ફેર છે.
યુધ્ધ વિમાનની સ્પીડ વધુ હોય છે. તેણે ટારગેટ સાધીને ગણતરીની સેક્ધડોમાં પરત આવવાનું હોય છે.
અંબાલા એરબેઝ ખાતે પ્રથમવાર ત્રણ મહિલા પાયલોટ અવનિ ચતુર્વેદી, ભાવના કંથ, મોહનાસિંઘ મિગ-૨૧ ઉડાડશે. આ સમાચાર દેશના મહિલા વર્ગ માટે ગૌરવ‚પ છે અત્યારે દરેક ક્ષેત્રમાં મહિલાઓ છે. આર્મીની વાયુ સેનામાં હવે પાયલોટ તરીકે મહિલા આવી ગઈ છે. સાવધાન મર્દો સાવધાન…