સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈનો ન્યાયતંત્ર માટે સીમાચિન્હરૂપ હુકમ
લોકશાહીમાં ત્રીજા સ્તંભ સમાન ગણાતુ ન્યાયતંત્ર આપણા દેશમાં આઝાદીકાળથી સ્વતંત્ર રહેવા પામ્યુ છે. જેના કારણે સમયાંતરે ન્યાયતંત્ર દ્વારા અનેક સિમાચિન્હરૂપ ચુકાદાઓ આપવામાં આવ્યા છે. આવા એક સિમાચિન્હરૂપ ચૂકાદામાં ન્યાયતંત્રના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત હાઈકોર્ટના વર્તમાન જજ સામે સીબીઆઈને તપાસ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ મેડીકલ કોલેજમાં એડમીશન માટે ગેરકાનૂની રીતે ભલામણ કરનારા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.એન. શુકલ સામે લાંચ રૂશ્વત વિરોધી આરોપોની તપાસ સીબીઆઈ સોંપી છે. માત્ર એટલું જ નહિ સીબીઆઈ તપાસમાંતથ્ય બહાર આવે તો ગુન્હો નોંધવાનો પણ હુકમ કર્યો છે. દેશના ન્યાયી ઈતિહાસમાં જજ સામે ગુનો નોંધવાનામામલાની તવારીખમાં ત્રીસેક વર્ષ પહેલા એફેક્ષકોર્ટે કે.વીર સ્વામી કેસમાં ૨૫ જુલાઈ ૧૯૯૧માં કોઈપણ આધાર પૂરાવા વગર સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ચાલુ ન્યાયમૂર્તિ સામે એફઆઈઆર નોંધવાસામે તમામ તપાસનીશ સંસ્થાઓનાં પ્રયાસો પર નિષેધ મૂકયો હતો.
દેશના ન્યાયીક ઈતિહાસમાં ૧૯૯૧ પહેલા કોઈપણ તપાસનીશ એજન્સીએ કયારેય હાઈકોર્ટના ન્યાયધીશો સામે કયારેય કેસ દાખલ કર્યો નહતો દેશમાં આવુ પ્રથમવાર બન્યું છે કે મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા તપાસનીશ એજન્સીઓને હાઈકોર્ટના ચાલુ જજ ન્યાયમૂર્તિ શુકલ વિરૂધ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી આપી હોય આ મંજૂરીના પગલે ન્યાયમૂર્તિ શુકલની ધરપકડની સંભાવના પણ વધી છે.
સીબીઆઈએ ન્યાયમૂર્તિ શુકલ સામે તપાસ માટે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સમક્ષ પરવાનગી માટે અરજી કરી હતી અલ્હાબાદ હાઈકોર્ટના જજ એસએનશુકલ સામે તપાસની માંગણી કરનારી સીબીઆઈના ડાયરેકટરે હાઈકોર્ટના જજ સામે તપાસ અને એફઆઈઆર નોંધવા મંજૂરી આપવા માગ કરી હતી. સીબીઆઈએ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શુકલ અને લખનો બેંચના ન્યાયમૂર્તિ નારાયણ શુકલ વિરૂધ્ધ મેડીકલ કોલેજ એડમીશનને લઈને થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે કરેલી તપાસની માંગણીને પગલે સુપ્રીમ કોર્ટે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં ન્યાયમૂર્તિ શુકલની ગુનાહિત સંડોવણી નજરે આવતા સીબીઆઈની આ અરજી ગ્રાહ્ય રહેવાનો રસ્તો ખૂલ્યો હતો.
હજુ ગયા મહિને જ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી ન્યાયમૂર્તિ શુકલને હટાવવાની કાર્યવાહી માટે જણાવ્યું હતુ ૧૯ મહિના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ મિશ્રાએ કેન્દ્રની તપાસ સમિતિ દ્વારા કેટલીક ન્યાયીક બાબતે શુકલને કસુરવાર ઠેરવ્યા બાદ મુખ્ય ન્યાયમૂર્તિએ કડક વલણ અખત્યાર કરીને ન્યાયમૂર્તિ શુકલ દ્વારા કરવામાં આવેલી પૂન: ન્યાયીક કામગીરીની જવાબદારીની મંજૂરી માટેની અરજી ફગાવી દીધી હતી ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ શુકલની આ અરજી રદ કરી હતી.
ન્યાયમૂર્તિ શુકલ સામે સપ્ટેમ્બર ૨૦૧૭માં યુપીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રાઘવેન્દ્રસિહે આક્ષેપ કરી તપાસની માંગણી કરતા મુખ્ય ન્યાયમૂર્તિ મિશ્રાએ આ મામલે તપાસ સમિતિની રચન કરી મદ્રાસ હાઈકોર્ટના જજ ઈન્દીરા બેનર્જી, સિકકીમ હાઈકોર્ટના જજ એસ.કે. અગ્નિહોત્રી અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના જજ પીકે જયસ્વાલને ન્યાયમૂર્તિ શુકલ સામે ખાનગી મેડીકલ કોલેજમા એડમીશનની પ્રક્રિયાની અવધી સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કરીને વધારવાના મામલે તપાસના આદેશો આપ્યા હતા.
ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની પેનલની તપાસમાં શુકલ સામે થયેલા આક્ષેપોને સમર્થન આપતા અનેક પુરાવાઓ મળ્યા હતા અને ખાનગી મેડીકલ કોલેજના એડમીશનમાં ન્યાયમૂર્તિ શુકલએ સ્પષ્ટરીતે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું હતુ
આ સમિતિએ કરેલી તપાસમાં એવો સ્પષ્ટ નિર્દેશ કયો હતો. કે ન્યાયમૂર્તિ શુકએ જજની નૈતિક પ્રમાણીકતા ની જવાબદારીનું સરેઆમ ખંડન કર્યું છે. ન્યાયીક જીવનનું અવમૂલ્ય ન થાય તેવી હરકતો કરીને ન્યાયમૂર્તિની કારકીર્દીને ઉચિત સન્માન આપવામાં ચૂક કરી છે. અને ન્યાયધીશની ગરીમા ને નિમ્નસ્તરે લઈ જવાનું કૃત્ય કર્યું છે. ન્યાયમૂર્તિ શુકલ સામે તપાસ માટે રચવામાં આવેલી મદ્રાસ સીકકીમઅને મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓની સમિતિ દ્વારા આપવામાં આવેલા અહેવાલ બાદ મુખ્ય ન્યાયમૂર્તિ મિશ્રાએ કસુરવાર ન્યાયમૂર્તિ શુકલને રાજીનામાં અથવા તો નિવૃત થઈ જવાનું જણાવ્યુંહતુ દેશના ન્યાયીક ઈતિહાસમાં પ્રથમવાર કોઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સામે સીબીઆઈ તપાસની મંજૂરી આપવાનો મુખ્ય ન્યાયમૂર્તિએ આગવો ઈતિહાસ રચ્યો છે.