(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

ઓખા નગરપાલિકા ઓખા બેટ આરભંડા અને સુરજકરાડી ચારે ગામની બનેલી ગુજરાતની સૌથી સમૃઘ્ધ નગરપાલિકા ગણવામાં આવે છે. આજરોજ નગરપાલિકાનો સામાન્ય વહિવટ વધુ પારદર્શક બને તે હેતુથી ૨૦૧૮-૧૯ના વર્ષની પ્રથમ સામાન્ય સભાની કાર્યવાહી સાંજે ચાર કલાકે ઓખા વિસ્તાર વિરમેશ્ર્વર મહાદેવ મંદિર વ્યોમાણી ધામ ખાતે યોજવામાં આવી હતી. જેમાં પાલિકાના ૩૬ સભ્યોમાંથી ૧૩ કોંગ્રેસના અને ૧૯ સભ્યો ભાજપના હાજર રહ્યા હતા. ગામના નાગરીકો જોવા જાણવાનો લ્હાવો મળી શકે તે માટે નગરપાલિકા તમારે દ્વારે તેવા અભિગમ સાથે આ સામાન્ય સભા જાહેરમાં યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને પ્રમુખ વંદનાબેન વિઠલાણીએ વિકાસના કામોને વેગવંતા બનાવવા અને અધુરા કામોને તુરતમાં પુરા કરવા સુચનો કર્યા હતા. આ પ્રસંગે ચીફ ઓફીસર ડોડીયાએ બંને પક્ષના પ્રશ્ર્નો સાંભળી યોગ્ય કરવા બાંહેધરી આપી હતી. ઓખા હાઈસ્કૂલનો સળગતો સવાલ અને બેટમાં પાણીનો પ્રશ્ર્ન મુખ્ય રહ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.