આઇભકતો માટે માતાજીના ઓનલાઇન દર્શનની વ્યવસ્થા
એક તરફ કચ્છમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે તો બીજી બાજુ આસો નવરાત્રિને આડે હવે એક માસ કરતાં પણ ઓછો સમય બાકી છે તેવામાં જ્યાં આદ્યશક્તિના પર્વ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો માથું ટેકવવા આવે છે એવા માતાના મઢનું મંદિર નોરતાં દરમિયાન દર્શનાર્થે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દયાપર ખાતે યોજાયેલી પ્રાંત અધિકારી અને જાગીરના ટ્રસ્ટીઓની બેઠકમાં કોરોનાના સંક્રમણને લઇને ભક્તો માટે મંદિર બંધ રાખવા ઠરાવાયું હતું. ટૂંક સમયમાં આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામા આવશે.મળતી માહિતી મુજબ તા.૧૩ થી ૨૫ ઓક્ટોબર માતાના મઢ માઈભક્તો માટે બંધ રહેશે.
૯ દિવસમાં દર્શનાર્થીઓનો લાખોમાં થઈ જાય છે ત્યારે વર્તમાન કોરોના મહામારીમાં જો લોકોને છુટ અપાય તો કચ્છની સિૃથતી કપરી બને તેવા એંધાણ જોતા તંત્ર અને ટ્રસ્ટીઓએ ઈતિહાસમાં પ્રાથમવાર માતાજીના દ્વારા ભાવિકો માટે બંધ કરવા નિર્ણય લેવો પડયો છે. આ શુભદિવસો દરમિયાન માતાજીના લોકો નિયમિત દર્શન કરી શકે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જો કે, પરંપરા મુજબ ઘટસ્થાપન, આરતી, પુજાિવિધ કરવામાં આવશે.
દરવર્ષે દેશદેવી મા આશાપુરાના સૃથાનકે માતાનામઢ ખાતે લાખોની સંખ્યામાં ભાવીકો પદયાત્રા કરીને કે વાહન દ્વારા નવરાત્રી દરમિયાન માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે. પરંતુ આ વર્ષે કોરોના કહેરના કારણે નવરાત્રીમાં માતાનામઢનું મંદિર બંધ રાખવમાં આવશે.
ગામના વેપારીઓને પડશે મોટો ફટકો
દર વર્ષે લાખો દર્શનાથીઓ નવરાત્રી દરમિયાન ઉમટતા હોવાથી મંદિર બહાર પુજાપા,મીઠાઈ ,રમકડા સહિતના સ્ટોલ નાખીને વેપાર કરતા ધંધાર્થીઓ આખા વર્ષની કમાણી ૯ દિવસમાં કરી લેતા હોય છે. પરંતુ આ વર્ષે છેલ્લા ૮ માસાથી પ્રતિબંધોના કારણે પહેલાથી જ કોઈ આવક નથી થઈ રહી ત્યાં નવરાત્રીની મુખ્ય આવકમાં પણ કોરોનાએ ફાચર મારતા આ વર્ષે રાતીપાઈની આવક નહીં થાય. વેપારીઓનું આખુ વર્ષ ફેલ જતાં માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.