જાફરાબાદ તાલુકાના અરબી સમુદ્ર વચ્ચે આવેલું શિયાળબેટ ટાપુ ની ધારાસભ્ય અંબરીષ ડેર અને કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણ બારૈયા તથા અજય શિયાળ સહિતની ટીમ સાથે બોટ મારફતે મુલાકાતે પહોંચ્યા હતા. તૌકતે વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત શિયાળબેટ ગામ હતુ.  ધારાસભ્ય દ્વારા આખાં ગામમાં ખાચા-ગલીઓમાં રહેતા લોકોના ઘરની મુલાકાત કરવામાં આવી હતી. અને વાવાઝોડાના દોઢ મહીના બાદ હાલ શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો. હાલમાં આ ગામમાં વીજ પુરવઠો પૂન: કાર્યરત થયો નથી તેમજ પીવાનાં પાણીની પણ વ્યવસ્થા નથી. ગામમાં આવેલા જૂના કૂવા અને વાવ માંથી પાણી સિંચી ને પીવે છે.

આ દરિયાઇ ટાપુ પર વીજ પુરવઠો અને પીવાનું પાણી દરિયામાં કેબલ લાઈન દ્વારા પહોંચાડવામાં આવ્યું હતું પરંતુ વાવાઝોડા દરમિયાન આ બંને લાઇનો ને નુકસાન થતાં છેલ્લા દોઢ મહિનાથી આ આ ગામ પાણી અને વીજ પુરવઠા વગર દિવસો કાઢી રહ્યું છે તંત્ર દ્વારા વીજ પુરવઠો અને પીવાનું પાણી ફરી ચાલુ કરવા માટે મહેનત કરી રહ્યા છે. ધારાસભ્ય દ્વારા અહિયાં રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું. અને રાત્રિ રોકાણ દરમિયાન ગ્રામજનોની  વિવિધ સમસ્યાઓ અંગે નાં પ્રશ્નો સાંભળ્યા હતા. અને આગામી દિવસોમાં પ્રશ્નો હલ કરવા માટેના પ્રયત્ન કરવા ખાતરી આપી હતી. અને આઝાદીના ઇતિહાસમાં પ્રથમ ધારાસભ્ય છે કે જેમણે શિયાળબેટ ટાપુ પર રાત્રે રોકાણ કર્યું હોય.

શિયાળબેટ ટાપુ પર ટુરિઝમ ડેવલપમેન્ટ માટે સરકાર દ્વારા 36 કરોડની ફાળવણી કરી છે. ત્યારે ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે “ટુરિઝમ ડેવલપમેન્ટ માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું તે સરાહનીય છે પરંતુ અહિયાં નાં સ્થાનિક માછીમારો નાં હિતમાં સરકાર શ્રી દ્વારા બીજ વિસ્તાર (ખોડીયાર વિસ્તાર) માં ફિશીંગ જેટી બનાવવામાં આવે તો અહિયાં સ્થાનિક રોજગારી ઊભી થશે અને જાફરાબાદ બંદર પર બોટો નો લોડ ઓછો થશે.” શિયાળબેટ ટાપુ ચારેય તરફ અરબી સમુદ્ર થી ઘેરાયેલો છે ત્યારે અહિયાં પુર સંરક્ષણ દિવસ ની અંત્યત જરૂરી છે.

2021 07 03 18 27 35 415

કારણ કે ગ્લોબલ વોર્મિંગ નાં કારણે દિવસ ને દિવસે ટાપુમાં ધોવાણ થતું જાય છે એનાં કારણે અહિયાં નાં લોકો પર સતત ખતરો મંડાઈ રહ્યો છે. દરિયાઇ શુદ્ધ વાતાવરણ નાં પરિણામે વિશ્વ ની મહામારી કોરોના વાઈરસ નો એકપણ કેસ આ ગામમાં નોંધ્યો નથી. શિયાળબેટ થી પરત ફરતા સમયે ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા દરિયામાં તરી બોટ સુધી પહોંચ્યા. આમ તો દરિયાથી ચારેય તરફ ઘેરાયેલો આ ટાપુ અનેક સમસ્યાઓ થી પણ ઘેરાયેલો છે સરકાર દ્વારા પ્રયત્નો થઇ રહ્યા છે પરંતુ ગામની વિવિધ સમસ્યાઓ જતા લાગે છે કે આ પ્રયત્નો હજુ પુરતાં નથી. મોટાભાગે માછીમારી કરી ભરણપોષણ કરતું આ ગામની આજીવિકા પર પણ ખતરો છે.

માછીમારો ને સરકાર તરફથી પૂરતી સહાયતા પણ મળતી નથી વાવાઝોડા ની સહાયમાં વિસંગતતાઓ છે તેમજ જેટી નાં અભાવે આ ગામના માછીમારો ને જાફરાબાદ બંદરે થી માછીમારી કરવી પડે છે તેનાં કારણે અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે.આગામી દિવસોમાં ધારાસભ્યનાં આ વિસ્તારના નાં વિવિધ પ્રશ્નો ને સરકાર દ્વારા પક્ષાપક્ષી છોડીને ધ્યાને લેવામાં આવે તો આ વિસ્તારના ગરીબ અને ભોળા સમાજના લોકો માટે ધણું બધુ સારું થઇ શકે એમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.