ભારતના પૂર્વી બંદરગાહો ૫૧ સુનામી માટેની મોકડ્રીલમાં નેવી, આર્મી, એરફોર્સ સહીતના અધિકારીઓ જોડાયા
પાંચ નવેમ્બર સેક્ધડ વર્લ્ડ સુનામી અવેરનેસ ડે તરીકે ઉજવાય છે. ત્યારે સુનામી વેળાએ તત્કાલીન કેવા પગલા લેવા અને સાવચેતી જાળવવી તે હેતુસર દેશના પાંચ રાજયોમાં એક સાથે આજે પ્રથમવાર સૌથી વિશાળ મોકડ્રીલ યોજાઇ છે. આ પાંચ રાજયોમાં પશ્ર્ચિમ બંગાળ, ઓડીસા, તમીલનાડુ અને આંધપ્રદેશ એમ ચાર રાજય સહીત એક કેન્દ્ર શાસિત પ્રદેશ ચુંટણીનો પણ સમાવેશ છે. ભારતમાં પ્રથમ વાર ૩૧ જીલ્લાઓમાં એક સાથે સુનામી મોકડ્રીલ યોજાઇ છે. જેમાં પૂર્વના બધા રાજયોને આવરી લેવાયા છે.
આ સુનામી મોકડ્રીલમાં જુદી જુદી સરકારી બ્રાંચના અધિકારીઓ પણ જોડાયા હતા. તેમજ આ મોકડ્રીલ માત્ર રાષ્ટ્રીય જ નહિ પરંતુ આ સાથે આંતરરાષ્ટ્રીય કવાર્ટસમાંથી પણ લોકોએ ભાગ લીધો છે. આ સમગ્ર આયોજન નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ એમ બે સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
દેશના પૂર્વી બંદરગાહો અને આંદામાન નિકોબાર નજીક ભૂકંપ અને સુનામીને લઇ આ મોકડ્રીલ યોજાઇ છે. આ સાથે જ જોખમવાળી જગ્યાઓ પરથી લોકોને સલામત જગ્યાઓ ખસેડાશે.
આ પ્રકારની મોકડ્રીલ સપ્ટેમ્બર માસમાં પણ યોજાઇ હતી. પરંતુ પૂર્વીય રાજયોને આવરી લેતી મોકડ્રીલ દેશમાં પ્રથમ વખત યોજાઇ છે. જેમાં આર્મી જવાનો, નેવી, એરફોર્સ, સ્વાસ્થ્ય વિભાગ, એનડીઆએફ, સીવીલ ડીફેન્સ, પોલીસ, ટ્રાન્સપોર્ટ, ઇલેકટ્રીસીટી અને લોકોએ પણ ભાગ લીધો છે. ગયા વર્ષે ઇન્ડિનેશીયાના સુમાત્રામા ૯.ર તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના અનુસંધાને બે દિવસ માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં ર૩ દેશોએ ભાગ લીધો હતો. અને લગભગ ૪૦,૦૦૦ લોકોનો જીવ બચાવાયો હતો.