મવડી સ્માર્ટ ઘર-૩ ની ૧૨ માળની બિલ્ડીંગ પર ૧૫૦ ચિત્રકારોએ બનાવ્યા નયનરમ્ય ચિત્રો
રાજકોટની ઓળખ દેશભરમાં ચિત્રનગરી તરીકે થવા લાગી છે. તાજેતરમાં મહાપાલિકા દ્વારા દેશમાં સૌપ્રથમવાર સ્લમ વિસ્તારમાં ઝુંપડાઓની દિવાલો પર ચિત્રો દોરવામાં આવ્યા હતા. જેની નોંધ દેશભરમાં લેવામાં આવી છે. દરમિયાન ભારતમાં પ્રથમવાર રાજકોટમાં આવાસ યોજનાના બિલ્ડીંગો પર નયનરમ્ય ચિત્રો દોરવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમવાર મહાનગરપાલિકાએ શહેરના મવડી વિસ્તારમાં આવેલી સ્માર્ટઘર-૩ આવાસ યોજનાના ૧૨ માળના બિલ્ડીંગ પર નયનરમ્ય ચિત્રો બનાવ્યા છે. જેના માટે ૧૫૦ જેટલા ચિત્રકારોએ અથાગ મહેનત કરી છે. આગામી દિવસોમાં અલગ-અલગ આવાસ યોજનાના બિલ્ડીંગ ખાતે પણ આ ચિત્ર બનાવવાની વિચારણા છે.