વડાપ્રધાનની કલાકૃતિ જેમાં ફોટોગ્રાફી, પેઈન્ટીંગ, રંગોળી, ભરતગુથણ, મોતીકામ, માટીકામ નિદર્શિત કરાઈ: ઠાકોર માધાતાસિંહ જાડેજા, ધનસુખ ભંડેરી, રીવાબા જાડેજા, બીનાબેન આચાર્ય સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
નારી શકિત એજયુકેશન ગ્રુપ અને આર્ટીસ્ટ કમ્પેનિયનશીપ ગ્રુપના ઉપક્રમે મેગા આર્ટ અને ફોટો એકઝીબીશન ભારતમાં પ્રથમ વખત પ્રાઈમ મીનીસ્ટર નરેન્દ્રભાઈ મોદીની કલાકૃતિઓનું પ્રદર્શન તા.૧ એપ્રીલ ૨૦૧૯ શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે આયોજન થયું હતું. ડો.અજયભાઈ જાડેજા, અમિતભાઈ માણેક, અજયભાઈ ચૌહાણ, ડો.અશોકભાઈ પટેલ અને જીતુભાઈ ગોટેચા અને તેમની ટીમે જહેમત ઉઠાવી આ પ્રદર્શનને સફળ બનાવ્યો હતો.
માંધાતાસિંહજી જાડેજા ઠાકોર સાહેબ ઓફ રાજકોટ, ધનસુખભાઈ ભંડેરી, રીવાબા જાડેજા, કમલેશભાઈ મીરાણી, ગોવિંદભાઈ પટેલ, મેયર બીનાબેન આચાર્ય, નિશા ચાવડા, કાજલ ભુપતાણી વગેરેએ ભારતના કલાકારોના કર કલમે સર્જીત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કલાકૃતિઓનું પ્રદર્શન જેમ કે ફોટોગ્રાફી, પેઈન્ટીંગ, રંગોળી, ભરતગુંથણ, મોતીકામ, કાગળકામ, માકામ, શિલ્પ વગેરે ખુલ્લુ મુકયું હતું. માંધાતાસિંહજી જાડેજા પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે, ચિત્રો-ચિત્રકારના મનમાં રચાતી દુનિયાની ઝાંખી કરાવે છે. ગમે તે સમાજ, રાજય કે દેશની ઓળખ તેના ચિત્રો દ્વારા લેખન, કવિતા, શિલ્પ, સંગીત, નૃત્ય વિગેરે દ્વારા થતી હોય છે.
જેમ લેખક અથવા કવિ પોતાનું આલેખન અને કૃતિઓ દ્વારા પોતાની ઉર્મીઓ અને ભાવનાઓને વાંચા આપે છે, જેવી રીતે શિલ્પી એક ચટ્ટાનમાંથી એક ટુકડો લઈને તેને આકાર આપે છે, જેમ એક સંગીતકાર પોતે એકલય થઈને સંગીત અને ઘ્વની દ્વારા અનેક હૃદયોને સ્પર્શે છે તેવી જ રીતે ચિત્રકાર પોતાની કલ્પના, સંવેદનશિલતા અને વાસ્તવિકતાને દર્શાવી પોતાના ચિત્રોનું સર્જન કરે છે. ૧૨૫ કરોડ ભારતવાસીઓનો જે પ્રતિસાદ, જે ભાવ, જે લાગણી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વ્યકત થઈ રહી છે તેના એક ભાગ‚પે પ્રતિબિંબ પાડતું આ પ્રદર્શન દ્વારા કલાકારોએ સમસ્ત ભારતવાસીઓનો ભાવ સાચા અર્થમાં પ્રચંડ રીતે, આદરપૂર્વક વ્યકત કરી બધાને ગૌરવવિંત કર્યા છે. ધનસુખભાઈ ભંડેરી, રીવાબા જાડેજાએ પોતાના મંતવ્ય વ્યકત કર્યો હતો.