વાછરડી કાપી અને તેની બિરયાની બનાવી લગ્નમાં મહેમાનોને મીજબાની આપી હતી
ગુજરાતમાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં કોર્ટે એક ગૌવંશની હત્યા બદલ દોષીને સજા સંભળાવવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક અદાલતમાં ગાયનાં વાછરડાને મારનાર દોષિને 10 વર્ષની જેલ અને એક લાખ રૂપિયાનાં દંડની સજા ફટકારવામાં આવી છે. ન્યાયધીશ એચ.કે. દવેએ શનિવારે સલીમ મકરાની નામનાં એક શખ્સને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2017 અંતર્ગત આ સજા ફટકારવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, ચાલું વર્ષે જાન્યુઆરીમાં સતાર કોળિયા નામના વ્યક્તિએ આ મામલે ફરિયાદ કરતા એફઆઈઆર દાખલ કરવી હતી. જેમાં તેણે સલીમ પર વાછરડાને ચોરી અને તેની હત્યા કરી પોતાની દિકરીનાં લગ્નમાં પીરસવાનો આરોપ લગાવ્યો હતો. અધિકારીઓનાં જણાવ્યાં પ્રમાણે આ નવા સંશોધિત અધિનિયમ અંતર્ગત આ પહેલી સજા હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે, નવા સંશોધિત અધિનિયમાં ગૌમાંસના પરિવહન, વેચાણ અને તેનાં સંગ્રહ પર 10 વર્ષ જેલની સજાની જોગવાઈ છે. તેમજ ગૌમાંસના પરિવહન માટે ઉપયોગમાં લેવાનાર વાહન પણ જપ્ત થઈ શકે છે.
ધોરાજી સેશન્સ કોર્ટે ગૌ હત્યાના કેસમાં આરોપી શખ્સને ૧૦ વર્ષની સજા ફટકારી છે. ગૌ હત્યા કેસ મામલાના સુધારા અધિનિયમ પછીની આ રાજ્યની સૌપ્રથમ સજા હોવાનું પણ જણાવ્યું હતું. બે લાખ બે હજારનો દંડ પણ ફટકાર્યો.
સલીમ કાદરના ઘરે પોતાની દીકરીના લગ્ન હતાં તેમણે ફરિયાદી સતારભાઈ માજોઠીના ઘરેથી વાછડી ચોરી હતી અને આ વાછડી કાપી અને તેની બિરયાની બનાવી તેમના લગ્નમાં આવેલા મહેમાનોને મીજબાની આપી હતી. આ અંગે ફરિયાદી સતારભાઈ માજોઠીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગુનો નોંધી અને ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. આ કામમાં તપાસ થયેલા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં અવશેષો મળ્યા હોવાનું પુરવાર યું હતું.
ધોરાજી સેશન્સ કોર્ઠે ગૌ હત્યા કેસની સુનવણી શરૂ થતા કોર્ટે ગૌ હત્યા અધિનિયમના કેસમાં પુરાવા હકીકત તેમજ સરકારી વકીલ કાર્તિકેય પારેખ દલીલ ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ હેમંતકુમાર અરવિંદભાઈ દવે સમક્ષ ધોરાજીનો ગૌ હત્યાનો કેસની સુનવણી શરૂ થતાં કોર્ટે આરોપી સલીમ કાદરને ભારતીય દંડ સંહિતા કલમ ૩૭૯ ૪૨૯ તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કલમ ૨૦૧૭ની કલમ ૮ મુજબ તકસીરવાન ઠરાવી અને રૂપિયા ૧ લાખ ૨ હજારનો દંડ તથા ૧૦ વર્ષની સજા ફરમાવ્યો છે.